દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ હવે સારા સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ હવે સારા સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

Heavy rain

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત લગભગ તમામ જિલ્લાઓમાં હજુ પુરતો વરસાદ નથી થયો. વરસાદ ખેંચાતા હવે રાજ્યમાં ચૌમાસું પાક પર સંકટના વાદળ ઘેરાયા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ 23 જુલાઈથી 26 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થશે. બીજી તરફ કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં આગામી આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેને લઈને રેડ એલર્ડ પણ જાહેર કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં સૌથી વધારે વરસાદ નોંધાવતા દક્ષિણ ગુજરાતમાં પણ હજુ પુરતો વરસાદ નથી થયો ત્યારે હવામાન વિભાગે હવે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં નવસારી, વલસાડ, ડાંગ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે પડી શકે છે. અને તેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, 24 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 25 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર- હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X