ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ગુજરાત રાજ્ય ઉપરથી સંકટના વાદળો હટી રહ્યા હોય એવુ લાગી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ શકે છે.

ગુજરાત રાજ્ય ઉપરથી સંકટના વાદળો હટી રહ્યા હોય એવુ લાગી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ શકે છે.

આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે

આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે

હવામાન વિભાગ મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના છે. 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 19 ઓગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દિવમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

20 ઓગસ્ટે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે 19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે. 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X