1 જૂન સુધી આ જિલ્લાઓમાં ભારે પવન જોવા મળશે, ગરમી 2 ડિગ્રી સુધીનો ઘટશે
ચોમાસાનું અંદમાન નિકોબાપ ટાપુઓ પર સત્તાવાર આગમન થઈ ગયુ છે અને ગમે બહુ જલ્દી કેરળમાં એન્ટ્રી થવા જઈ રહી છે. ભારતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા ગુજરાતમાં પણ પ્રી મોન્સુન એક્ટિવીટી જોવા મળી રહી છે.
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે આંધી વંટોળની આગાહી કરી છે. આ સિવાય એક જૂન સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત છે.

હવામાન વિભાગ અનુસાર, 1 જૂન સુધી વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીમાં આગામી દિવસમાં વાતાવરણ સૂકુ રહેશે.
આ સિવાય દક્ષિણ-પશ્ચિમ-પશ્ચિમ તરફનાં પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. રાજ્યમાં હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. આગામી 3 દિવસ વંટોળ જોવા મળશે.
હવામાન વિભાગ અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વંટોળ જોવા મળશે. અહીં પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે.












Click it and Unblock the Notifications
