ગાંધીનગર ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો, હેલ્લારો અને રેવાને શ્રેષ્ટ ફિલ્મનો એવોર્ડ
ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત સમારોહ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાયેલા સમારોહમાં વિવિધ ૪6 જેટલી કેટેગરીમાં આશરે 181 કલાકાર-કસબીઓને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.

પારિતોષિકથી સન્માનિત થયેલા તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતી ચલચિત્રો અને તેની સાથે સંકળાયેલા નિર્માતાઓ-કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ફિલ્મ ઉદ્યોગને પ્રવાસન સાથે સાંકળીને ગત વર્ષે જ ગુજરાતની સૌપ્રથમ સીનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકાઈ છ.
તેમણે કહ્યું કે, ગુજરાતી ફિલ્મો પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવી રાજ્ય સરકારે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે મજબૂત ઇકો સિસ્ટમ ઉભી કરવા માટે ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ વિકાસ કર્યો છે. જેના પરિણામે આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માત્ર આજીવિકાનું સાધન નહિ, પણ અનેક લોકોને ફિલ્મ ઉદ્યોગ સાથે સાંકળીને રોજગારીની નવી તકો આપવા સાથે રાજ્યના પ્રવાસનને પણ વેગ આપી રહ્યું છે.
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સિધ્ધાર્થ રાંદેરિયા, પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, અભિષેક શાહ, વિપુલ મહેતા, પાર્થિવ ગોહિલ અને સૌમ્ય જોશી સહિતના ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2016-17: શ્રેષ્ઠ ફિલ્મ - સિનેમન પ્રોડક્શન લી. - રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ દિગ્દર્શક - શ્રી મિખીલ મુસલે - રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ અભિનેતા - શ્રી મલ્હાર ઠાકર - થઇ જશે
શ્રેષ્ઠ અભિનેત્રી - સુશ્રી દીક્ષા જોષી - શુભ આરંભ
વર્ષ 2017-18: શ્રેષ્ઠ ફિલ્મ - અક્ષર કોમ્યુનિકેશન - લવની ભવાઈ
શ્રેષ્ઠ દિગ્દર્શક - શ્રી સંદિપ પટેલ - લવની ભવાઈ
શ્રેષ્ઠ અભિનેતા - શ્રી સિદ્ધાર્થ રાંદેરીયા - ગુજ્જુભાઈ: મોસ્ટ વોન્ટેડ
શ્રેષ્ઠ અભિનેત્રી - આરોહી પટેલ - લવની ભવાઈ
વર્ષ 2018-19: શ્રેષ્ઠ ફિલ્મ - બ્રેઇનબોકસ સ્ટુડીયોઝ - રેવા
શ્રેષ્ઠ દિગ્દર્શક - શ્રી રાહુલ ભોલે, શ્રી વિનીત કનોજીયા - રેવા
શ્રેષ્ઠ અભિનેતા - શ્રી પ્રતિક ગાંધી - વેન્ટીલેટર
શ્રેષ્ઠ અભિનેત્રી - શ્રીમતી તિલ્લાના દેસાઇ - પાઘડી
વર્ષ 2019: શ્રેષ્ઠ ફિલ્મ - સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી - હેલ્લારો
શ્રેષ્ઠ દિગ્દર્શક - શ્રી અભિષેક શાહ - હેલ્લારો
શ્રેષ્ઠ અભિનેતા - શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા - ચાલ જીવી લઈએ
શ્રેષ્ઠ અભિનેત્રી - આરોહી પટેલ - ચાલ જીવી લઈએ












Click it and Unblock the Notifications
