ગુજરાત વિદ્યાપીઠને હાઇકોર્ટને આદેશ, UGCએ આપેલા નિર્દેશોનુ 8 સપ્તાહમાં કરે પાલન
UGC દ્વારા ગત વર્ષે નવેમ્બર માસમાં ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર (ઉપકુલપતિ) ડૉ. રાજેન્દ્ર ખિમાણીને તેમના પદ પરથી હટાવવાનો ગૂજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો. UGCના આ નિર્ણય સામે ડૉ. રાજેન્દ્ર ખિમાણીએ કરેલી અરજીનો હાઈકોર
UGC દ્વારા ગત વર્ષે નવેમ્બર માસમાં ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર (કુલ નાયક) ડૉ. રાજેન્દ્ર ખિમાણીને તેમના પદ પરથી હટાવવાનો ગૂજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો. UGCના આ નિર્ણય સામે ડૉ. રાજેન્દ્ર ખિમાણીએ કરેલી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે. હાઈકોર્ટે ગૂજરાત વિદ્યાપીઠને આદેશ કર્યો છે કે, ગૂજરાત વિદ્યાપીઠ અરજદારને સાંભળે અને UGCએ આપેલા નિર્દેશનુ આઠ સપ્તાહમાં પાલન કરો. હાઈકોર્ટે ટકોર કરેલી કે તેમને શંકા છે કે વિદ્યાપીઠ આ કરશે ખરા? હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, UGCના નિર્ણયમાં તે દખલ કરશે નહીં, પરંતુ અરજદારને સાંભળવામાં આવે. કુલ નાયકને હટાવવા અંગેનો નિર્ણય તો કુલપતિ દ્વારા લેવાતો હોય છે.

UGCના વકીલની રજૂઆત હતી કે ગૂજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે અરજદારની નિમણૂંક કાયદા મુજબ થઈ નથી. અરજદાર 2004 થી 2019 સુધી ગૂજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર તરીકે રહેલા છે. આ સમય ગાળામાં તેણે નાણાકીય અને વહીવટી ગેરરીતિ આચરેલી છે. આ મુદ્દે તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરાઈ હતી અને તપાસ કમિટીએ તેનો રિપોર્ટ આપેલો છે. જેના આધારે અરજદારને કુલ નાયકના પદ પરથી હટાવવાનુ નક્કી કરાયું છે.
કુલ નાયકની નિમણૂંક માટે ત્રણ સભ્યોની કમિટી બનતી હોય છે. જેમાં, એક સભ્ય કુલપતિ દ્વારા નોમિનેટ કરાયેલા હોય છે, બીજા સભ્ય કેન્દ્ર સરકાર વતી અને ત્રીજા સભ્ય બોર્ડ ઓફ મેનેજમેન્ટના હોય છે. જેમાં કેન્દ્ર દ્વારા નિમાયેલા સભ્યનો મત હતો કે અરજદાર સામે UGCની તપાસ પડતર હોવાથી તેમને કુલ નાયક તરીકે નિમણૂંક કરી ન શકાય. કુલ નાયક એ પૂર્ણકાલીન પગારદાર કર્મચારી છે. જો UGCના નિયમ મુજબ કોઈ વ્યક્તિ કુલ નાયકની લાયકાત ધરાવતા ન હોય તો તેને UGC હટાવી શકે છે. જેથી UGCએ ગૂજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો કે રાજેન્દ્ર ખિમાણીને કુલ નાયકપદેથી હટાવો. જો આ નિર્દેશનુ પાલન કરાશે નહીં તો ગૂજરાત વિદ્યાપીઠને મળતી ગ્રાંટ પર રોક લગાવવામાં આવશે.
ડો. ખિમાણીના વકીલની રજૂઆત હતી કે કુલ નાયક તરીકે તેઓ યોગ્ય લાયકાત ધરાવે છે. તેમને રજૂઆતની તક આપ્યા વગર જ એક તરફી નિર્ણય લઈ શકાય નહીં. જેથી UGCના નિર્ણયને રદ કરો.












Click it and Unblock the Notifications
