સાબરકાંઠાઃ પત્નીના પ્રેમ પ્રકરણમાં પતિની કરાઇ હત્યા
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, સાબરકાંઠાના વડાલી તાલુકાના કુબાધરોલ ગામે થયેલી યુવાનની હત્યા પાછળ તેની પત્નીનું પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોમવારે ત્રણ શખ્સોની અટકાયત કરીને તેમને જેલમાં ધકેલી દીધી હતી. સુરતના ઉધના બીઆરસી રોડ પર એક કાર ચાલકે ડીંડોળી સમિતિની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થીને ટક્કર મારી હતી, જેમાં વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ કાર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો, ઉશ્કેરાયા લોકો
સુરતના ઉધના બીઆરસી રોડ પર એક કાર ચાલકે ડીંડોળી સમિતિની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થીને ટક્કર મારી હતી, જેમાં વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી.

સુરેન્દ્રનગરઃ કોંગ્રેસી નેતાઓ જોડાયા ભાજપમાં
લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઇ ગઇ છે, ત્યારે રાજકીય પક્ષોમાં આવવા જવાની નીતિ પણ શરૂ થઇ છે. વઢવાણ તાલુકાના ખોડુ ગ્રામ પંચાયતની કોંગ્રેસના ગઢમાં ગાબડા પડ્યા છે. ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિતના આઠ સભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સથવારો જાલ્યો છે. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો ફેલાય ગયો છે.

રઝળતા ઢોર પકડવાની કામગીરી શરૂ માલધારી સમાજ ઉશ્કેરાયો
રાજકોટમાં રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવતા ઉશ્કેરાયેલા માલધારી સમાજના અગ્રણીઓ ટોળા સાથે મનપા કચેરી ધસી ગયા હતા અને આ ઝુંબેશ અંગે તેમની માગણીનો સ્વિકાર નહીં થાય તો શહેરને અશાંતિની આગમાં હોમી દેવાનો લલકાર કર્યો હતો. જો કે, બીજી તરફ આવી ખુલ્લી ધમકીઓથી ડર્યા વગર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ભાદુએ શહેરમાં ઢોર પકડવાની ઝુંબેશને શરૂ રાખવા કહ્યું છે અને એફઆઇઆર પણ નોંધવામાં આવશે તેમ કહ્યું છે.

સાબરકાંઠાઃ પત્નીના પ્રેમ પ્રકરણમાં પતિની કરાઇ હત્યા
સાબરકાંઠાના વડાલી તાલુકાના કુબાધરોલ ગામે થયેલી યુવાનની હત્યા પાછળ તેની પત્નીનું પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોમવારે ત્રણ શખ્સોની અટકાયત કરીને તેમને જેલમાં ધકેલી દીધી હતી. કુબાધરોલ ગામના દિલીપભાઇ પ્રભુભાઇ પટેલને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનુ પ્રાથમિક ધોરણે બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરતા પોલીસને ચોંકવાનારી વિગતો મળી હતી. જેમાં પત્નીના પ્રેમ પ્રસંગના કારણે આ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે.

વલસાડઃ ક્રિકેટના વિજય ઉત્સવે લીધો યુવાનનો જીવ
વલસાડ શહેરના દોડિયા ટેકરા ખાતે ક્રિકેટના વિજય ઉત્સવમાં નાચવા બાબતે થયેલી બોલાચાલીમા એક યુવાન પર છરી વડે હુમલો કરતી ઇજા પહોંચાડવામાં આવી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે. જે સબબ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
