અમદાવાદમાં હિટ એન્ડ રનઃ BMW કારે બેને અડફેટે લીધા, એકનું મોત

બનાવ અંગે મળેલી જાણકારી અનુસાર, જજીસ બંગલોથી માનસી રોડ તરફ જતા માર્ગ પર આ અકસ્માત નોંધાયો છે. રાત્રે ચાર મિત્રો બે બાઇક પર જઇ રહ્યાં હતા. ત્યારે એક બેકાબુ બીએમડબલ્યુ કાર તેમની પાછળ આવી પહોંચી હતી અને બેમાંથી એક બાઇકને અડફેટે લીધી હતી. કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને તેઓ નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી.
બનાવ બન્યા બાદ તુરત જ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એકનું મોત નિપજ્યું હોવાનું હાજર ડોક્ટરે જણાવ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ કારનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, અકસ્માત સર્જનાર કારનો ડ્રાઇવર હતો કે કારનો માલિક. કારનો નંબર CH 01 A 9360 છે. પોલીસે ગુન્હો નોધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
