સુરતની ઈન્ફ્લૂએન્સર હની પટેલે આમ આદમી પાર્ટી છોડી, જાણો કેમ?
સુરતની ગ્લેમરસ ઈન્ફ્લુએન્સર હની પટેલે આમ આદમી પાર્ટી (AAP) છોડવાની જાહેરાત કરી છે. AAP માં જોડાયાના માત્ર એક મહિના પછી જ તેણે પાર્ટીને અલવિદા કહી દીધું છે. હની પટેલે આ જાહેરાત સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા કરી.

હની પટેલ AAP માં જોડાયા ત્યારથી જ વિવાદોમાં ઘેરાઈ હતી. પાર્ટીમાં સભ્ય બન્યાના થોડા જ સમયમાં ગાંજા અને બિયર સંબંધિત વીડિયો વાયરલ થયા હતા. એક વીડિયોમાં તેને બિયરનો ગ્લાસ ભરતા અને ઈ-સિગારેટ પીતા દર્શાવવામાં આવી હતી.
પાર્ટી છોડવા અંગે હની પટેલે સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા જણાવ્યું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા ઈચ્છતા હતા, પરંતુ અંગત અને કૌટુંબિક જવાબદારીઓને કારણે પૂરતો સમય આપી શકવા અસમર્થ છે.
તેણે ઉમેર્યું કે, જે લોકોએ મને આમ આદમી પાર્ટીમાં આવકારી મને માન-સન્માન આપ્યું અને મને સાથ-સહયોગ આપ્યો એવા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો હુ તહે દિલથી આભાર માનું છું.
જો કે, હની પટેલના દાવા-રાજીનામા અંગે સુરત AAP ના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ ખુલાસો કર્યો. ભંડેરીએ સ્પષ્ટપણે કહ્યું કે હની પટેલ ક્યારેય આમ આદમી પાર્ટીના સભ્ય હતા જ નહીં.
ધર્મેશ ભંડેરીએ વધુમાં ઉમેર્યું કે, હની પટેલ આપમાં હતા જ નહિ, તો પાર્ટી છોડવાની વાત ક્યાં આવી. હની પટેલ ફેમસ થવા માટે આવું કરે છે. તે ક્યારેય આપમાં જોડાયા નથી. હવે જો હની પટેલ આપમાં છે જ નહિ તો રાજીનામાનો સવાલ ક્યાંથી આવ્યો.












Click it and Unblock the Notifications
