જીરુ માટે જાણીતા ઊંંઝામાં આવી રીતે બને છે નકલી જીરુ
ઉંઝા, 19 ઓગસ્ટ : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા જીરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશમાં ઉત્પાદિત કુલ જીરામાંથી 70 ટકા જીરુ ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. દેશમાં સરેરાશ 5 લાખ ટન જીરું પાકે છે. તેમાંથી અંદાજે 4 લાખ ટન જીરું ગુજરાતમાં પાકે છે. ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાનું જીરું ઊંઝામાં ઉત્પાદિત થાય છે.
આ બાબતનો જ ફાયદો ઉઠાવીને કેટલાક લોકોએ નકલી જીરું બનાવીને પૈસા કમાવવાનું સાધન બનાવી દીધું છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ કે ગુજરાતના ઊંઝામાં કેવી રીતે નકલી જીરું બનાવાય છે અને અસલી જીરુંમાં તેની ભેળસેળ કરીને કેવી રીતે પૈસા બનાવવામાં આવે છે...

ઊંઝામાં ક્યાં બને છે નકલી જીરું?
સમગ્ર ઊંઝામાં જીરાનો પાક મોટા પ્રમાણમાં થતો હોવાથી ઊંઝા તાલુકાના ગામોમાં નાની ફેક્ટરીઓમાં નકલી જીરું ઉત્પાદિત થાય છે.

કેવી રીતે બને છે નકલી જીરું?
નકલી જીરુ બનાવવા માટે વરિયાળીને ચારણામાં ચાળીને તેમાં સિમેન્ટ અને ખાસ માટીનું મિશ્રણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાં જીરુનુ એસેન્સ અને કલર ઉમેરી નકલી જીરૂ તૈયાર કર્યા પછી તેને અસલી જીરૂમાં ભેળવી દેવાય છે. વરીયાળીમાંથી માત્ર ત્રણ જ દિવસમાં નકલી જીરૂ બનાવી દેવામાં આવે છે.

કેવી રીતે કરવામાં આવે છે ભેળસેળ?
પ્રતિમણ એટલે કે 20 કિલો અસલી જીરુમાં 5 કિલો નકલી જીરુ ભેળવવામાં આવે છે. આ કારણે ભેળસેળ સરળતાથી પકડી શકાતી નથી. વળી, તેનું વેચાણ લેબોરેટરી ટેસ્ટ થતો ના હોય તેવા માર્કેટમાં જ થાય છે. વિદેશમાં નિકાસ થતા જીરુનો લેબોરેટરી ટેસ્ટ ફરજિયાત હોવાથી વિદેશમાં નકલી જીરુની નિકાસ થતી નથી. નકલી ભેળસેળિયું જીરુ સ્થાનિક છૂટક માર્કેટમાં વેચવામાં આવે છે.

સ્વાસ્થ્ય સાથે ચેડાં
આ નકલી જીરું દેખાવે અદ્દલ જીરૂ જેવુ જ હોવા છતાં તેનો ઉપયોગ કરનાર ગંભીર બિમારીનો શિકાર બની શકે છે. કારણ કે તેની બનાવટમાં સિમેન્ટ અને માટીનો ઉપયોગ કરવામાં આવેલો છે.

નકલી જીરુ કેવી રીતે કરાવે છે કમણી?
નકલી જીરુ તૈયાર થયા બાદ તેનો દેખાવ અસલી જેવો જ હોવાથી પ્રથમ નજરે તેને જુદું પાડવુ મુશ્કેલ છે. વરીયાળીમાંથી બનતા નકલી એક મણ જીરૂની પડતર કિંમત 200 રૂપિયા જેટલી જ થાય છે. તેની સામે અસલી જીરૂની બજાર કિંમત 4000 રૂપિયા પ્રતિમણ છે. આમ 200 રૂપિયાના ખર્ચમાં 4000 રૂપિયાનું જીરૂ તૈયાર કરી દેવામાં આવે છે. આ જીરુ અસલી જીરુમાં ભેળવી દેવાય છે. એક અંદાજ મુજબ ઉંઝામાં વાર્ષિક 100 કરોડનું નકલી જીરુ તૈયાર થાય છે. આ જીરુ સમગ્ર ગુજરાતના બજારમાં ઠલવાય છે.

કેવા પગલાં લેવાયા?
ઉંઝામાં ચાલતા નકલી જીરાના કાળા કારોબારથી APMC પણ પરેશાન છે. આ ગોરખધંધાને ઝડપી લેવા માર્કેટ કમિટીએ એક સ્કવોડની રચના કરી છે. આ સ્કવૉડ રાત્રિ દરમિયાન વિવિધ સ્થળોએ ચેકિંગ કરે છે અને રેડ પાડે છે. આમ છતાં આ કાળા કારોબારમાં કોઈ ઓટ આવી નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
