
ઉત્તર ગુજરાતમાં કોને કેટલી સીટ, શું કહે છે ABP-C વોટર સર્વે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ હવે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. આ એક્ઝિટ પોલમાં ગુજરાતના મતદાતાઓનો મુડ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સામે આવી રહેલા આંકડા ચૌકાવનારા છે. ઉત્તર ગુજરાતમાં કુલ 32 સીટો આવે છે અને પીએમ મોદી પણ ઉત્તર ગુજરાતથી જ આવે છે.
ગુજરાત પ્રદેશ પ્રમાણે વિવિધ ભાગોમાં વહેચાયેલુ છે ત્યારે તમામ પ્રદેશોમાં લોકો તેમની સ્થિતી અનુસાર પાર્ટી પસંદ કરે છે. એબીસી-સી વોટર સર્વેના ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા આંકડામાં બીજેપીને સૌથી વધુ સીટ મળતી જોવા મળી રહી છે.
હવે આંકડા પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બીજેપીને સૌથી વધુ 48 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસને 40 ટકા અને આમ આદમી પાર્ટીને 8 ટકા મત મળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં મળતી સીટો પર નજર કરીએ તો, અહીં બીજેપીને સૌથી વધુ 21થી 25 સીટો મળવાનું અનુમાન છે. આ સિવાય કોંગ્રેસને 6થી 10, આમ આદમી પાર્ટીને 0થી1 અને અન્યને 0થી 2 સીટો મળવાનું અનુમાન છે.
અહીં તમને જણાવી દઈએ કે, પીએમ મોદી પણ ઉત્તર ગુજરાતથી જ આવે છે. ઉત્તર ગુજરાતની ઘણી સીટો પર કોંગ્રેસ પ્રભાવી છે ત્યારે તેને અહીં નુકસાન થતુ જોવા મળી રહ્યુ છે.