For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"PMને વિકાસના મુદ્દે સ્પર્ધાનું કહ્યું હતું, જુઠ્ઠાણાં માટે નહીં"

|
Google Oneindia Gujarati News

narendra-modi
રાજકોટ, 16 ઑક્ટોબર : ગુજરાતમાં વિંછીયા અને જસદણ તાલુકાની રચના કરવા બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું જન અભિવાદન કર્યું હતું. વિંછીયા ખાતેના અભિવાદનમાં તેમણે કેન્દ્ર, સોનિયા ગાંધી અને કોંગ્રેસને ચાબખા મારવાનું ચાલું રાખ્યું હતું. તેમણે જણાવ્યું કે મેં PMને વિકાસના મુદ્દે સ્પર્ધાનું કહ્યું હતું, જુઠ્ઠાણાં માટે નહીં. જુઠ્ઠાણાંમાં અમે અત્યારથી જ હાર સ્વીકારીએ છીએ અને અમારે તેમાં સ્પર્ધા કરવી પણ નથી.

વિંછીયા અને જસદણમાં સ્થાનિક લોકો અને ભાજપના આગેવાનોએ મુખ્યમંત્રીનું જન અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ રાજ્ય સરકારે કરેવા વિકાસના પગલાંઓને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમોમાં મોદી સાથે સાંસદ પુરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના જસદણાં 15 ઑક્ટોબર, 2012વના રોજની સભામાં મોદીએ મોંઘવારીનો મુદ્દો આગળ કરી વધતી મોંઘવારીને કારણે જીવન જીવવું અઘરું બન્યું હોવાનું જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "થોડા દિવસો પહેલા કોંગ્રેસના સોનિયાબહેન રાજકોટ આવ્યા હતા. પોતાની સભામાં તેમણે બધાને જાત જાતના મુદ્દા કહ્યા. પણ તેમણે મોંઘવારી મુદ્દે મોંધવારીનો 'મ' બોલવાની તસ્દી લીધી નથી. કેન્દ્ર સરકારની નીતિઓને કારણે વધતા જતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવોને કારણે અનેક લોકોના ઘરમાં ચૂલો નથી બળતો. સંવેદનાના બે શબ્દો તો કહેવા હતા. ગુજરાત સરકાર પર પસ્તાળ પાડવા સિવાય કશું સૂઝતું નથી."

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમે માત્ર ખોટા વચનો આપવામાં માનતા નથી. અમે જે કહીએ છીએ તે કરીને જ જંપીએ છીએ. તેમણે કોંગ્રેસે 2009માં લોકો માટે 1 કરોડ રોજગારીની તકો ઉભી કરવાના આપેલા વચનની વાત યાદ કરાવી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે લોકોને ફોસલાવીને છેતર્યા છે.

English summary
Narendra Modi has felicitated for creation of Vinchhiya and Jasdan taluka by local people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X