ક્રિકેટર છું, રાજનીતિ સાથે કોઇ સંબંધ નથી: ઇરફાન પઠાણ

જોકે ઇરફાન પઠાણને લઇને અટકળોને લઇને બજાર ગરમ હતું, પરંતુ હવે તેમણે સફાઇ આપતા જણાવ્યું છે કે રાજનીતિ તેમની દુનિયા નથી. તે માત્રને માત્ર ક્રિકેટ સાથે સંબંધ ધરાવે છે.
ખેડાની રેલીમાં જ્યારે મોદી અને ઇરફાન પઠાણ એક સાથે મંચ પર દેખાયા ત્યારે એવી ચર્ચાઓ થવા લાગી હતી કે શું ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હવે રાજનીતિની પીચ પર પોતાનું ઝોર અજમાવશે અને તે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે.
જોકે ઇરફાન પઠાણે આ વાતોને નકારી કાઢી અને મીડિયાને જણાવી દીધું હતું કે તે રાજનીતિ સાથે કોઇ સંબંધ ધરાવતો નથી, તે હાલમાં ઇજાના કારણે મેદાનની બહાર છે. તેમણે જણાવી દીધું હતું કે તેમનો ભવિષ્યમાં પણ આ અંગેનો કોઇ વિચાર નથી.












Click it and Unblock the Notifications
