For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IAS ગૌરવ દહિયા સફેદ જૂઠ બોલી રહ્યા છે, મેં ક્યારેય બ્લેકમેલ નથી કર્યાઃ લીનુ સિંહ

IAS ગૌરવ દહિયા સફેદ જૂઠ બોલી રહ્યા છે, મેં ક્યારેય બ્લેકમેલ નથી કર્યાઃ લીનુ સિંહ

By Staff
|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પર કથિત રૂપે તેમની બીજી પત્ની લીનુ સિંહે આરોપ લગાવ્યા હતા કે દહિયાએ પીણામાં નશીલી દવા ભેળવીને અંતરંગ તસવીરો ખેંચી લીધી અને બાદમાં આ તસવીરોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને પહેલેથી જ પરણેલ હોવા છતાં જબરદસ્તીથી લગન કરી લીધાં.

સંબંધ રાખવા માટે મને મજબૂર કર્યો

સંબંધ રાખવા માટે મને મજબૂર કર્યો

જ્યારે આ આરોપો પર પ્રતિક્રિયા આપતાં ગૌરવત દહિયાએ કહ્યું હતું કે લીનુ સિંહે આપઘાત કરવાની ધમકી આપી સંબંધ રાખવા માટે મને મજબૂર કર્યો હતો. બંને વચ્ચે મરજીથી સંબંધ બન્યા હતા, પરંતુ લગ્ન અને બાળકીની વાત જૂઠી છે. દહિયાએ આ સાથે જ લીનુ સિંહ પર બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગાવ્યો.

દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈ દીધું

દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈ દીધું

જો કે આ મામલે હવે લીનુ સિંહે કહ્યું કે મેં દહિયાને બ્લેકમેલ કર્યા નથી અને જો કર્યા હોત તો એ મને દિલ્હીના પોશ વિસ્તારમાં શા માટે મકાન લઈ દે, પણ જ્યારે મેં પોલીસમાં અરજી કરી ત્યારે દહિયાએ પણ મારી વિરુદ્ધ અરજી કરી છે. દહિયા સફેદ જૂઠ બોલી રહ્યા છે. બીજી તરફ ગાંધીનગર પોલીસને અરજી કરવામાં આવી હોવા છતાં લીનુ સિંહનો કેસ બદલાવ ન થતાં લીનુ સિંહ આજે ખુદ ગાંધીનગર ડીજી ઑફિસે આવી હતી.

ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધીનગર જ રહિશઃ લીનુ સિંહ

ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધીનગર જ રહિશઃ લીનુ સિંહ

લીનું સિંહે વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ દહીયાએ મને છેતરી છે. મારી જોડે લગ્ન કર્યાના તમામ સબૂત છે જ્યારે હું મારી દીકરીના ડી.એન.એ ટેસ્ટ માટે પણ રાજી છું. ગાંધીનગર પોલીસને અરજી કરી હતી પરંતુ તેનો હજી સુધી કોઈ જવાબ ના આવતા અને પોલીસે પણ મારો કોઈ સંપર્ક ન કરતા મારે ગાંધીનગર આવવાની ફરજ પડી છે અને હું આજે રાજ્યના પોલીસ વાડા શિવાનંદ ઝાને મળીને પોલીસ કેસ થાય તે અંગેની રજૂઆત કરીશ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાતમાં જ રહીશ..

<strong>ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અધ્યક્ષ અને બિનસરકારી સભ્યોની નિમણુંક</strong>ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અધ્યક્ષ અને બિનસરકારી સભ્યોની નિમણુંક

English summary
IAS gaurav is lying I never blackmailed says linu singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X