For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો 5 રૂપિયાની ચલણી નોટ અને 10 રૂપિયાનો સિક્કો ન સ્વીકાર્યો તો હવે લાગશે રાજદ્રોહનો ગુનો

હવે 5 રૂપિયાની ચલણી નોટ અને 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારનાર સામે હવે કાર્યવાહી થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

હવે 5 રૂપિયાની ચલણી નોટ અને 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારનાર સામે હવે કાર્યવાહી થઈ શકે છે. ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરે આ અંગે જાહેરનામુ બહાર પાડીને કહ્યુ કે 5 રૂપિયાની ચલણી નોટ અને 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવા માટે ઘણી જગ્યાએ આનાકાની થતી હોય છે. અધિક કલેક્ટરે કહ્યુ કે જો કોઈ સ્વીકારની ના પાડે તો તમે પોલિસને જાણ કરી ફરિયાદ દાખલ કરાવો. 5 રૂપિયાની ચલણી નોટ અને 10 રૂપિયાનો સિક્કો ન સ્વીકારનાર સામે હવે રાજદ્રોહનો કેસ થઈ શકે છે.

coin

તમને જણાવી દઈએ કે 5 રૂપિયાની ચલણી નોટ અને 10 રૂપિયાના સિક્કાઓ ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય હોવા છતાં તેને સ્વીકારવાની આનાકાની સામે આવી છે. ભરૂચ જિલ્લાના ગામો અને શહેરી વિસ્તારમાં 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાના સિક્કાને ન સ્વીકારવા બાબતે અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ઼્યુ. ભારતીય નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણુ સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડસંહિતાની કલમ 124 એ(રાજદ્રોહ) હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

English summary
If anyone do not accept Rs 5 currency notes and Rs 10 coins strict action will taken against them
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X