હાર્દિક પટેલનો દાવો, ગુજરાતમાં હારશે ભાજપ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે અને 18 ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલનો દાવો છે કે, ચૂંટણીમાં કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળશે. ગુજરાતમાં કુલ 14 ટકા પટેલ છે, અમદાવાદ, મહેસાણામાં જે રીતે હાર્દિકે 14 પટેલ યુવાઓની શહાદતનો ઉલ્લેખ કરતાં લોકોને ભાજપને હરાવવા માટે મત કરવાની અપીલ કરી હતી, હાર્દિકની એ અપીલની કેટલી અસર થઇ છે એ હવે જોવાનું રહે છે.

હાર્દિકે કર્યો કોંગ્રેસની જીતનો દાવો

હાર્દિકે કર્યો કોંગ્રેસની જીતનો દાવો

હાર્દિકે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, પરિવર્તન માટે મત આપો, એ લોકો વિરુદ્ધ મત આપો જેમણે આપણા લોકો પર અત્યાચાર કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. મને પૂર્ણ વિશ્વાસ છે કે, કોંગ્રેસને 100-105 બેઠકો પર જીત મળશે. પહેલા તબક્કામાં 89માંથી 52-55 બેઠકો અને બીજા તબક્કામાં 93માંથી 42-45 બેઠકો પર કોંગ્રેસને જીત મળશે. ઉલ્લેખીનય છે કે, કોંગ્રેસની પાચીદાર અનામતની ફોર્મ્યૂલા સ્વીકાર્યા બાદ હાર્દિકે પોતાની અનેક સભાઓમાં લોકો પાસે ભાજપને મત ન આપવાના શપથ લેવડાવ્યા હતા.

શહાદત ન ભૂલવાની અપીલ

શહાદત ન ભૂલવાની અપીલ

પાટીદાર મહિલાઓ અને યુવાઓએ પણ મુખ્ય રૂપે ખુલીને પોતાના મત અંગે વાત કરી અને આ લોકોનું માનવું છે કે, કોંગ્રેસને અમદાવાદના વટવા, નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગર, ઘાટલોડિયા અને સાબરમતીમાં જીત મળશે. ચૂંટણી દરમિયાન અનેક વિસ્તારોમાં પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં લોકોને તેમના વાહન પર ઝંડા સાથે જોવામાં આવ્યા હતા. જેમાં લોકોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ પાટીદારોની શહાદત ન ભૂલે.

હાર્દિકનો મતદાતાઓને સંદેશ

હાર્દિકનો મતદાતાઓને સંદેશ

મતદાન બાદ હાર્દિક પટેલે એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, મેં પરિવર્તન માટે મતદાન કર્યું. એ પછી એમણે એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, મેં મારા મતના અધિકારનો સાચો ઉપયોગ કર્યો. હું અનેક વર્ષો પછી વીરમગામ આવ્યો. હું એ લોકોની વિરુદ્ધ છું, જેમને પોતાના પર ઘમંડ છે, જેમણે આપણો લોકો પર આટલા અત્યાચાર કર્યા છે. બી.કોમ થર્ડ ઇયરના વિદ્યાર્થી વીરલ પટેલનું કહેવું છે કે, અમે અમારા સમુદાયના બે લોકોની હત્યા જોઇ છે. અનામત આંદોલન દરમિયાન પોલીસે એમને મોતને ઘાટ ઉતારી દીધા હતા, પરંતુ આજ સુધી એમની પણ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. હું ઇચ્છું છું કે, વ્યવસ્થા બદલવામાં આવે અને આ સરકાર બદલાયા બાદ જ થઇ શકે છે.

કોની સાથે છે ગુજરાત?

કોની સાથે છે ગુજરાત?

પાસ નેતા ગીતા પટેલનું કહેવું છે કે, જો ભાજપ ચૂંટણીમાં કોઇ ગોટાળો ના કરે, ઇવીએમ મશીનો સાથે છેડછાડ ના કરે, તો અમે ચોક્કસ જીતીશું, પરિવર્તન આવશે અને કોંગ્રેસ સત્તામાં આવશે. અનેક પાસ નેતાઓએ પોલીસ પર આરોપ મુક્યો છે કે, તેમણે સત્તા પક્ષનું સમર્થન કર્યું અને પાસ સમર્થકોને તેમની ટોપી ઉતારવાનું કહ્યું હતું. આ ટોપી પર પાસના સમર્થનની અપીલ લખવામાં આવી હતી. નિકોલની બેઠક પર 26 ટકા પટેલો છે, અહીં કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ પટેલનું કહેવું છે કે, પાટીદારોનો ગુસ્સો ભાજપ વિરુદ્ધ જશે. અનામત આંદોલન દરમિયાન પોલીસે ઘણું ક્રૂરતાભર્યું વર્તન કર્યું હતું, એની અસર મતદાન પર થશે. નિકોલના વર્તમાન ધારાસભ્ય જગદીશ પંચાલ વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ મેદાનમાં છે. 18 ડિસેમ્બરના રોજ જ્યારે પરિણામો જાહેર થનાર છે, ત્યારે હવે એ જોવું રસપ્રદ થઇ પડશે કે, મતદારોએ કોનામાં વિશ્વાસ રજૂ કર્યો છે.

English summary
If Hardik Patel calculation works BJP is all set to lose Gujarat Assembly election. Patel says Congress will get 100-105 seats.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.