મોદીની સાથે PM આવાસમાં રહેવા તૈયાર છું: જશોદાબેન
અમદાવાદ, 23 મે: પદનામીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને જણાવ્યું કે તેમને તેમની પત્ની હોવા પર ગર્વ છે, જો તેમને બોલાવવામાં આવશે તો તેઓ તેમની સાથે વડાપ્રધાન નિવાસ સ્થાન સાત રેસકોર્સ રોડમાં રહેવામાં કોઇ આપત્તી નથી. તેમણે એ પણ જણાવ્યું કે બંને ભલે જુદા-જુદા રહેતા હોય પરંતુ તેમના છૂટાછેડા નથી થયા. તેમને મોદીના વડાપ્રધાન બનવા પર સૌથી વધારે ખુશી થઇ છે અને જો તેમને બોલાવવામાં આવશે તો તેઓ તેમની શપથવિધિ કાર્યક્રમમાં પણ જશે.
જશોદાબેને આજે અત્રે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે જ્યારે મોદીએ 9 એપ્રિલના રોજ વડોદરા લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્રમાં પહેલીવાર સાર્વજનિક રીતે મારા નામનો ઉલ્લેખ પત્ની તરીકે કર્યો ત્યારે મને તેમના એકરાર પર ખૂબ જ ખુશી થઇ. વાસ્તવમાં હું ખૂબ જ રોમાંચિત થઇ ગઇ હતી. તેમના વડાપ્રધાન બનવા પર દેશને જેટલી ખુશી થઇ છે તેનાથી વધારે ખુશી મને થઇ છે.
જશોદાબેને જણાવ્યું કે લગ્ન બાદ તેઓ જેટલો પણ સમય મોદીની સાથે રહ્યા, તેમણે (મોદીએ) મારી સાથે સારો વ્યવહાર કર્યો અને અભ્યાસ ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કરી. જશોદાબેને જણાવ્યું કે જોકે મોદીએ પોતાની જિંદગી દેશ સેવામાં અર્પણ કરી દીધી છે માટે તેમણે વ્યક્તિગત જીવન અને સંસારનો ત્યાગ કર્યો. તેમના પતિ માટે દેશ સર્વોપરી છે. પરંતુ હજી પણ જો તેઓ મને તેમની સાથે રહેવા માટે કહે તો હું તેમની સાથે રહેવા તૈયાર છું. લગ્ન અને અલગ થયા બાદ તેઓ માત્ર એક જ વાર મોદીને વર્ષ 1987માં મળી છે, જોકે તેમના પરિવારજનો સાથે તો ક્યારેક-ક્યારેક મુલાકાત થઇ જતી હતી.
એવું પૂછાતા કે તેમણે મોદીના વડાપ્રધાન બનવા માટે શું બાધા રાખી હતી, જેના જવાબમાં જશોદાબેને જણાવ્યું કે આ અંગત વાત છે માટે તેઓ આની પર કંઇ નહીં કહે. તેમણે જણાવ્યું હું તેમની પત્ની છું ભલે અમે અલગ રહેતા હોઇએ પરંતુ સાથે-સાથે જ છીએ. વ્યવસાયે નિવૃત્ત શિક્ષિકા જશોદાબેને જણાવ્યું કે મોદીએ તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના માટે ઘણા સારા કાર્યો કર્યા હતા.
મોદી શું કરશે...

મોદી શું કરશે..
શું નરેન્દ્ર મોદી પોતાની પત્નીને પીએમ હાઉસમાં સાથે રાખશે?

શું મોદી પત્નીને સાથે રાખશે?
મોદી પોતાની પત્નીની ઇચ્છા પ્રમાણે તેમને સાથે રહેવા બોલાવશે કે પછી અલગ જ રહેવાનું પસંદ કરશે.

હું ખૂબ જ રોમાંચિત થઇ ગઇ હતી
ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે જ્યારે મોદીએ 9 એપ્રિલના રોજ વડોદરા લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્રમાં પહેલીવાર સાર્વજનિક રીતે મારા નામનો ઉલ્લેખ પત્ની તરીકે કર્યો ત્યારે મને તેમના એકરાર પર ખૂબ જ ખુશી થઇ. વાસ્તવમાં હું ખૂબ જ રોમાંચિત થઇ ગઇ હતી.

મને ખુશી થઇ છે
તેમના વડાપ્રધાન બનવા પર દેશને જેટલી ખુશી થઇ છે તેનાથી વધારે ખુશી મને થઇ છે.

મોદીએ મારી સાથે સારો વ્યવહાર કર્યો
જશોદાબેને જણાવ્યું કે લગ્ન બાદ તેઓ જેટલો પણ સમય મોદીની સાથે રહ્યા, તેમણે (મોદીએ) મારી સાથે સારો વ્યવહાર કર્યો અને અભ્યાસ ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કરી.

હું તેમની સાથે રહેવા તૈયાર છું.
જશોદાબેને જણાવ્યું કે જોકે મોદીએ પોતાની જિંદગી દેશ સેવામાં અર્પણ કરી દીધી છે માટે તેમણે વ્યક્તિગત જીવન અને સંસારનો ત્યાગ કર્યો. તેમના પતિ માટે દેશ સર્વોપરી છે. પરંતુ હજી પણ જો તેઓ મને તેમની સાથે રહેવા માટે કહે તો હું તેમની સાથે રહેવા તૈયાર છું.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
