ગુજરાતમાં વોટ આપ્યાના પારખા, ઉકળતા તેલમાં બોળ્યા હાથ

ગણેશપુરા ગ્રામપંચાયતના ડેરિયા ગામના ગિરિશ પરમાર સરપંચ પદની ચૂંટણી હારી ગયા, અને તેમના સખત ટેકેદાર અમૃત પરમારે ગામવાસીઓની પરીક્ષા લઇ નાખી હતી. તેમણે ભરબજારમાં ડેરિયા ગામજનોને જણાવ્યું કે 'તમે લોકોએ વોટ આપ્યો જ નથી. જો સાચે જ તમે વોટ આપ્યો હોય તો હું તેલ ઉકાળું છું, નાખો એમાં હાથ.'
આ ગામના એક પછી એક 40 લોકોએ ઉકળતા તેલમાં હાથ નાખી પોતે મત આપ્યાના પારખા કરાવ્યા હતા. જોકે સખત રીતે હાથે બળી ગયેલા લોકોને આંબલિયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે હાહાકાર મચી ગયો હતો. નોંધનીય છે કે એ મહિલા એ ઉકળતા તેલમાં હાથ નાખવાની બિકે આત્મહત્યા કરી લેતા મામલો બિચક્યો છે.
આ અંગે દિલ્હીમાં મોદીને એક પત્રકારે સવાલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુનેગારોની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
