રાજકોટમાં રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરાંનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું

Subscribe to Oneindia News

રાજકોટમા રવિન્દ્ર જાડેજાની જાદૂઝ ફૂડ ફિલ્ડના નામે એક રેસ્ટોરાં આવેલી છે. જો કે આ રેસ્ટેરાંનો પાછળનો કેટલોક ભાગ ગેરકાયદેસર રીતે બનાવેલો હતો. જેથી કોર્પોરેશને આશરે 200 ફૂટનું બાંધકામ તોડી પાડ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ મળી હતી કે આ રેસ્ટોરાંની પાછળનું બાંધકામ ગેરકાયદે થયેલું છે.

jadeja restaurant

ઉલ્લેખનીય છે કે જાણીતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 12-12-2012 ના રોજ રાજકોટમાં કાલાવાડ રોડ પર પોતાની રેસ્ટોરાં ખોલી હતી. રવિન્દ્ર જાડેજા 12 ના આંકડાને પોતાના માટે લકી માને છે. રેસ્ટોરાંનું નામ તેણે જાદૂઝ ફૂડ ફીલ્ડ રાખ્યુ હતુ. આ રેસ્ટોરાં ક્રિકેટની થીમ પર બનાવવામાં આવેલી ખૂબ જ સ્પેશિયસ રેસ્ટોરાં છે.

English summary
illegal construction of restaurant of ravindra jadeja demolished
Please Wait while comments are loading...