US Deported indian : અમેરિકાથી આવેલી બીજી ફ્લાઈટમાં કેટલા ગુજરાતી? જાણો કયા રાજ્યના કેટલા?
US Deported indian : અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા વધુ 120 ભારતીયોને લઈને વધુ એક ફ્લાઈટ અમૃતસર પહોંચી છે. આ ફ્લાઈટમાં 8 ગુજરાતીઓ પણ સામેલ છે.
આ ફ્લાઈટ શનિવારે મોડી રાત્રે એક અમૃતસર એરપોર્ટ પર ઉતરી. આ ફ્લાઈટમાં 60 થી વધુ પંજાબના, 30 થી વધુ હરિયાણાના તેમજ બીજા લોકો અન્ય રાજ્યોના હતા.

આ વિમાનમાં આવેલા 8 ગુજરાતીઓને લઈને એક વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. વિમાનમાં આવેલ તમામ વ્યક્તિઓને એરપોર્ટ પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વતન મોકલાયા છે.
આ પહેલા 5 ફેબ્રુઆરીએ અમેરિકન સેનાના વિમામાં 104 ગેરકાયદેસર ભારતીયો અમૃતસર લવાયા હતા. આમાં હરિયાણા અને ગુજરાતના 33-33 લોકો અને પંજાબના 30 લોકો સામેલ હતા. આ સિવાય 16 ફેબ્રુઆરીએ 157 ભારતીયો સાથે વધુ એક ફ્લાઈટ ભારત આવી રહી છે.
અમેરિકામાંથી તગેડી મુકાયેલા ગુજરાતીઓ
- ધવલભાઈ કિરીટકુમાર લુહાર
- રુદ્ર ધવલભાઈ લુહાર
- મિહિર ઠાકોર
- ધિરાજકુમાર કનુભાઈ પટેલ
- કેનિશ મહેશભાઈ ચૌધરી
- આરોહીબેન દીપકપુરી ગોસ્વામી
- દિપકપુરી બળદેવપુરી ગોસ્વામી
- પૂજાબેન દીપકપુરી ગોસ્વામી












Click it and Unblock the Notifications
