For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેચાણમાં છેલ્લા 5 વર્ષમાં 400% ઉછાળો

ગેરકાયદેસર દારૂના વેચાણમાં છેલ્લા 5 વર્ષમાં 400% ઉછાળો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રોહિબિશન લૉનું કડક રીતે પાલન થતું હોવાના સરકારના ઉંચા દાવાઓ વચ્ચે અમદાવાદ પોલીસે ગત એક વર્ષમાં ગેરકાયદેસર દારૂ વેચવાના દરરોજ 8 મામલા નોંધ્યા હતા. માત્ર એટલું જ નહિ, બલકે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વેચાતા દારૂના પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં 400 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2017-18માં 2857 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે પાંચ વર્ષ અગાઉ 729 કેસની સરખામણીએ મોટો આંકડો છે. આ આંકડાઓ ખુદ સીએમ વિજય રૂપાણીએ આપ્યા હતા. કોંગ્રેસના ઉનાથી ધારાસભ્ય પુંજા વંશ અને મહુાથી ધારાસભ્ય ઈન્દ્રજીત સિંહ પરમારે આ અંગે માગેલી માહિતીની જવાબમાં રૂપાણીએ આંકડા ઉપલબ્ધ કરાવ્યા હતા.

alcohol

રાજ્ય સરકારે આપેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ ગેરકાયદેસર રીતે દારૂ વેચાતો કે પીવાતો હોવાની 14 ફરિયાદ નોંધાય છે જેમાંથી અડધાથી વધુ ફરિયાદો માત્ર અમદાવાદમાં જ નોંધાય છે. આ મામલામાં મહેસાણા સૌથી આગળ છે. મહેસાણામાં 2017-18માં બૂટલેગિંગની કુલ 1658 ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના કુલ 19146 બૂટલેગર્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 5 વર્ષ દરમિયાન 1007 બૂટલેગરોની અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ હતી. સરકારે પોતાના જવાબમાં જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 4,69,270 બોટલ વિદેશી દારૂની અને 1,09,487 કેન્સ દેશી દારૂના ઝળપી પાડ્યાં છે.

આ આંકડાઓ ખુદ જ રાજ્યમાં પ્રોહિબિશન એક્ટનો ખુલ્લંખુલ્લા ઉલ્લંઘન થતું હોવાનું છતું કરે છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, "પ્રોહિબિશન પોલિસીની આ નિષ્ફળતાઓ દર્શાવે છે, રાજ્ય સરકારે બૂટલેગર્સને છૂટાદોર કર્યા છે. રાજ્યના દરેક ખુણે દારૂ વેચાઈ રહ્યો છે અને તેને કારણે યુવાનોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે."

આ પણ વાંચો- ગુજરાતમાં અદાણી ફાઉન્ડેશન હોસ્પિટલમાં 5 વર્ષમાં 1000 બાળકોની મૌત: રિપોર્ટ

English summary
illegal liquor sale rise by 400 percent over last 5 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X