ગુજરાત ચૂંટણી:પહેલાની માફક કોંગ્રેસને ટક્કર આપશે BJP?
ગુરૂવારે રાજ્યમાં 93 વિધાનસબા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ માર્જિન કરતાં ભાજપનો માર્જિન વધુ રહ્યો છે અને કોંગ્રેસનો ઓછો. આ અંગે વધુ વાંચો અહીં
ગુરૂવારે રાજ્યમાં 93 વિધાનસબા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. વર્ષ 2012ના ચૂંટણી પરિણામો જોઇએ તો પહેલા તબક્કામાં જે 83 બેઠકો પર મતદાન થયું, ત્યાં કોંગ્રેસે ભાજપ સામે વધુ મજબૂત પડકાર ફેંક્યો હતો. બીજા તબક્કાની 93 બેઠકોમાંથી કોંગ્રેસ 39 અને ભાજપ 52 બેઠકો જીત્યું હતું, પહેલા તબક્કાની 83 બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે 22 અને ભાજપના ફાળે 63 બેઠકો આવી હતી. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસે ભાજપને બરાબરીની ટક્કર આપી હતી, ભાજપની 20 બેઠકો સામે કોંગ્રેસે 18 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જો કે, માર્જિનની વાત કરવામાં આવે તો તમામ તબક્કાઓમાં ભાજપ કોંગ્રેસ કરતાં ઘણું આગળ હતું. મધ્ય ગુજરાતમાં 40 બેઠકો પર સરેરાશ માર્જિન હતો 19,946 મત. ભાજપ 25,154 સરેરાશ માર્જિન સાથે 20 બેઠકો અને કોંગ્રેસ 15,169 માર્જિન સાથે 18 બેઠકો પર કબજો કર્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ માર્જિન કરતાં ભાજપનો માર્જિન વધુ રહ્યો છે અને કોંગ્રેસનો ઓછો.

ઉ. ગુજરાત, સૌરાષ્ટ્ર
ઉત્તર ગુજરાતમાં 53 બેઠકો પર વિજય માટેનો સરેરાશ માર્જિન વર્ષ 2012માં 26,015 મત. ભાજપ અહીં 32,795ના માર્જિન સાથે 32 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસ 15,684ના માર્જિન સાથે 21 બેઠકો જીત્યું હતું. કોંગ્રેસનું માર્જિન ભાજપના અડધા કરતાં પણ ઓછું હતું. ઉત્તર ગુજરાતમાં 7 જિલ્લાઓ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. ગત અઠવાડિયે પહેલા તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું. સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે છે, અહીં વર્ષ 2012માં 48 બેઠકો પર સરેરાશ માર્જિન હતું 14,580 મતો. ભાજપ 17,801 માર્જિન સાથે 30 બેઠકો અને કોંગ્રેસ 7879 માર્જિન સાથે 15 બેઠકો જીત્યું હતું. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, રાજકોટ અને અમરેલીનો સમાવેશ થાય છે.
કચ્છ, દક્ષિણ ગુજરાત
કચ્છ ભલે માત્ર એક જ જિલ્લો ગણાતો હોય, પરંતુ તેનો વિસ્તાર વિશાળ છે. અહીં 6 બેઠકોમાંથી ભાજપ 10,547ના માર્જિન સાથે 5 બેઠકો જીત્યું હતું. આ વિસ્તારનો સરેરાશ માર્જિન હતો, 10,058. કોંગ્રેસ 7613ના માર્જિન સાથે 1 બેઠક જીતી હતી. દક્ષિણ ગુજરાતમાં 35 બેઠકો પર વિજયનો સરેરાશ માર્જિન હતો 28,320 મતો. ભાજપ 31,354 માર્જિન સાથે 28 બેઠકો અને કોંગ્રેસ 16,662 માર્જિન સાથે 6 બેઠકો જીત્યું હતું. આમાં 7 જિલ્લાઓ- સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીનો સમાવેશ થાય છે












Click it and Unblock the Notifications
