For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી

ગુજરાતના કેટલાક ગામોમાં, ઉચ્ચ જાતિઓએ દલિત જાતિઓ દ્વારા ઘોડા પર જાન કાઢવા પર મારપીઠ કરી લગ્નમાં બાધા ઉભી કરી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના કેટલાક ગામોમાં, ઉચ્ચ જાતિઓએ દલિત જાતિઓ દ્વારા ઘોડા પર જાન કાઢવા પર મારપીઠ કરી લગ્નમાં બાધા ઉભી કરી હતી. એક અઠવાડિયામાં, વિવિધ વિસ્તારોમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી હતી. મોડાસાના ખંભીસર, પ્રાંતિજના બોરિયા અને સીતવાડા સહીત કડીના લ્હોર ગામમાં દલિત યુવાનોને ઘોડા પર ફેરો ન લગાવા દીધો, જેનાથી હજુ પણ તનાવ વધુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ

દલિત યુવકે માટે ઘોડી આપી, લગ્નના મંડપ સુધી પહોંચ્યા

દલિત યુવકે માટે ઘોડી આપી, લગ્નના મંડપ સુધી પહોંચ્યા

આ દરમિયાન, ભાવનગર જીલ્લાના ગારિયાધાર તહસીલના વેલાવદર ગામના રાજપૂતોએ એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. તેમની ઉદારતા દર્શાવતા, રાજપૂતોએ ન માત્ર દલિત યુવાન માટે ઘોડી આપી હતી, પરંતુ તેમની જાનમાં ઠુમકા લગાવી લગ્નના મંડપ સુધી પહોંચ્યા હતા.

રાજપૂતોની વાત સાંભળીને વરરાજાનું પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું

રાજપૂતોની વાત સાંભળીને વરરાજાનું પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું

ગામના સરપંચ શામજીભાઇ ખેમસુરિયાના જણાવ્યા મુજબ, અહીં કાઠી સમુદાયના 100 કુટુંબો રહે છે. પરંતુ, અહીં કોઈપણ જાતિ માટે ઘોડી આપવાની ક્યારેય ના નથી પાડી. તાજેતરમાં જ ગારિયાધારથી જીગ્નેશ વનઝારા નામના દલિત વરરાજાની જાન અમારા ગામમાં આવી હતી અને વરરાજા ઘોડી પર ચઢવા માંગતો હતો. ઘોડી રાખનારા કાઠી સમુદાયના લોકો સાથે વાત કર્યા પછી તરત જ ઘોડી આપવા માટે તૈયાર થઈ ગયા. રાજપૂતોની વાત સાંભળીને વરરાજાનું પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યું.

શાંતિપૂર્વક લગ્ન કરાવ્યા પછી પાછા ફર્યા

શાંતિપૂર્વક લગ્ન કરાવ્યા પછી પાછા ફર્યા

ગામના ઉપસરપંચ અનકભાઈ બોરીચાએ દ્વારા તેમને પોતાની ઘોડી આપી હતી. એટલું જ નહીં, અહીંના રાજપૂત પરિવારના લોકો પણ ડીજેના તાલ પર નાચતા નાચતા તેમની સાથે મંડપમાં ગયા. આખું લગ્ન શાંતિપૂર્વક કરાવ્યા પછી પરત ફર્યા. વેલાવદર ગામના રાજપૂતોની ઉદારતાને દલિત સમુદાય સહિતના તમામ સમુદાયો દ્વારા ખૂબ પ્રશંસા મળી રહી છે.

English summary
In Gujarat, Rajputs Commendable initiative for Dalit communities weddings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X