ગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ
ગુજરાતમાં જાતીય સંઘર્ષ અટકી રહ્યો નથી. છેલ્લા ત્રણ દિવસમાં દલિત વરરાજાની જાનને રોકવાના ચાર બનાવો થયા છે.
ગુજરાતમાં જાતીય સંઘર્ષ અટકી રહ્યો નથી. છેલ્લા ત્રણ દિવસમાં દલિત વરરાજાની જાનને રોકવાના ચાર બનાવો થયા છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં ખ્મબીસર ગામમાં જાન નીકળવાની હતી, જેને ન નીકળવા દીધી. એક ઉચ્ચ જાતિના (પાટીદાર સમાજ) ના દબંગ લોકો જાનને રોકવા માટે રસ્તા પર બેસીને ભજન કરવા લાગ્યા. જેવી જ ત્યાં જાન આવી, તો પથ્થરમારો કરી દેવામાં આવ્યો. ઘોડાવાળો ઘોડો છોડીને ભાગી ગયો. વરરાજાની સુરક્ષા કરવા માટે આવેલા પોલીસકર્મીઓને પથ્થર વાગ્યા અને ગાડીને પણ નુકસાન થયું. બેન્ડ-બાજા તોડી નાખ્યા. વરરાજાની પાઘડી ઉતારાવી દીધી હતી. જાન દરવાજાથી બહાર આવી , પરંતુ તે એક ગામથી બીજા ગામ સુધી પહોંચી શકી નહીં. તણાવના કારણે લગ્ન થઇ શક્યા નહિ. પોલીસે લાઠી ચાર્જ પણ કર્યો, હિંસક ઝપડમાં ઘણા લોકો ઘાયલ પણ થઇ ગયા.
આ પણ વાંચો: દલિતની જાન રોકવા માટે ઉપલી જ્ઞાતિના લોકોએ રસ્તો રોક્યો, કરવા લાગ્યા ભજન-યજ્ઞ

ટેન્કર દ્વારા પાણી નાખીને રસ્તામાં કીચડ કરી દેવામાં આવ્યું
વરરાજાના પિતાએ કહ્યું કે આવતીકાલે ફરી જાન કાઢીશું. તો પ્રાતજીમાં પણ એક આવો જ કેસ સામે આવ્યો છે. અહીં દલિતની જાનને કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં કોઈપણ પ્રકારના અવાજ અને ગરબા રમ્યા વિના જ પૂજા કરી નીકળી જાવ. તેમને રોકવા માટે, ટેન્કરથી પાણી નાખી રસ્તામાં કીચડ કરવામાં આવ્યું હતું. અને સાબરકાંઠા જીલ્લાના વનઝારા ગામમાં પણ જાનને ન નીકળવા દીધી. ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસ દળ ગોઠવવામાં આવ્યું હતું ત્યાર પછી જાન નીકળી શકી.

દલિત વરરાજાને ઘોડા પર ચઢવાથી રોકવામાં આવ્યો
અગાઉ મહેસાણાના કડી ગામમાં પણ 9 મી મેના રોજ દલિત વરરાજાને ઘોડા ઉપર ચઢવાથી રોકવામાં આવ્યો હતો. ગ્રામજનોએ તેમને કહ્યું કે આ કરવાનો અધિકાર નથી. ઉપરોક્ત કિસ્સામાં, પોલીસે ગામના સરપંચ વિનુજી ઠાકોરની ધરપકડ કરી હતી. તે પછી ગુસ્સે ભરાયેલા ગામના મુખ્ય લોકોએ આદેશ આપ્યો હતો. આદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે કોઈ પણ અનુસૂચિત જાતિના વરરાજા સાથે વાત કરશે, જે દુકાનદાર દૂધ અથવા અન્ય માલ વેચશે તેમને 5 હજારનો દંડ થશે.

'પોલીસ પાસે સુરક્ષા માંગવામાં આવી હતી, પરંતુ ન આપી'
પોલીસ તરફથી મળેલ માહિતી અનુસાર, રવિવાર સાંજે અરવલ્લીના મોડાસા તાલુકાના ખંબીયાસર ગામમાં, જયારે અનુસૂચિત જાતિના યુવાકની જાન નીકળી તો ગામના પાટીદાર સમાજના લોકોએ તેને રોકી દીધી. જાન પાંચ કલાકથી વધુ સમય સુધી ત્યાં અટકી રહી. આ પછી બંને સમુદાયો વચ્ચે ખુબ પથ્થરમારો થયો હતો. ઘટનાની માહિતી પ્રાપ્ત કર્યા પછી, પોલીસ દળ ત્યાં પહોંચી ગયું. જેના પછી બંને સમુદાયોના પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બનાવ માટે વરરાજાના પક્ષના માણસો પોલીસને દોષી ઠેરવે છે. તેઓ કહે છે કે પોલીસને પહેલાથી સલામતી માટે કહેવામાં આવ્યું છે પરંતુ તેમને આપવામાં ન આવી. અગાઉ, ગુજરાતના બે ગામોમાં અનુસૂચિત જાતિ યુવકની જાન ઉપર વિવાદ થઇ ચુક્યો છે.

સાબરકાંઠામાં પોલીસ સુરક્ષામાં નીકળી જાન
ગુજરાતમાં, સાબરકાંઠા જીલ્લાના સીતવાડા ગામમાં ઠાકોર સમાજના વિરોધ પછી, અનુસૂચિત જાતિના યુવકની જાન પોલીસ સુરક્ષામાં કાઢવામાં આવી. ડીએસપી મીનાક્ષી પટેલનું કહેવું છે કે વરરાજાના પરિવારની અરજી પર સલામતી આપવામાં આવી છે. વરરાજાએ મંદિરમાં પૂજા પણ કરી. જેના પછી લગ્ન શાંતિથી પુરા કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
