દલિતની જાન રોકવા માટે ઉપલી જ્ઞાતિના લોકોએ રસ્તો રોક્યો, કરવા લાગ્યા ભજન-યજ્ઞ
દલિતની જાન રોકવા માટે ઉપલી જ્ઞાતિના લોકોએ રસ્તો રોક્યો, કરવા લાગ્યા ભજન-યજ્ઞ
અમદાવાદઃ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક દલિતની જાનને રોકવાનો મામલો સામે આવ્યો છે. ઉચી જાતિના લોકોએ જાનને રોકવા માટે રસ્તો જામ કરી દીધો હતો. રાજ્યના અરવલ્લી જિલ્લાના ખામબિસાર ગામના પાટીદાર સમુદાયના સભ્યોએ એક દલિતની જાનને રોકવા માટે મુખ્ય રસ્તા પર ભજન અને યજ્ઞનું આયોજન કર્યું. વરરાજાના પરિજનોએ આ આરોપ લગાવ્યો છે.

પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી
જ્યારે અન્ય એક ઘટનામાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં દલિત યુવકની જાનને રવિવારે એ સમયે પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી જ્યારે ઠાકોર સમુદાયના સભ્યોએ તેને એક સ્થાનિક મંદિરમાં પૂજા કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. જો કે પલીસે કહ્યું કે જાન શાંતિપૂર્ણ રીતે ત્યાંથી નીકળી ગઈ છે. ગ્રામીણ ભીખાભાઈ વાણિયાએ કહ્યું કે અનિલ રાઠોડના પરિવારે એવા સમયે પોલીસની સુરક્ષાની માંગણી કરી, જ્યારે સિતવાડા ગામના ઠાકોર સમુદાયના સભ્યોએ શનિવારે જાનને ગામમાંથી પસાર થતી અને વરરાજાને મંદિરમાં પૂજા કરવાની યોજના પર વાંધો જતાવ્યો.

પોલીસ ફરિયાદ નોંધી
પોલીસ અધિકારી મીનાક્ષી પટેલે કહ્યું કે, "અનિલ રાઠોડના પરિવારે પલીસમાં એક ફરિયાદ નોંધાવી જાન માટે પોલીસ પાસેથી સુરક્ષા માંગી હતી. તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે ગામના દલિત સભ્યોએ આશંકા જતાવી છે કે અન્ય સમુદાયના સભ્યો પરેશાની પેદા કરી શકે છે. ડીએસપીએ કહ્યું, જાનને અમે પોલીસ સુરક્ષા પૂરી પાડી છે અને જાન શાંતિપૂર્ણ રીતે પસાર થઈ ગઈ છે. બાજુના ગામમાં વિવાહ પહેલા વરરાજો ગામના મંદીરમાં પણ ગયો હતો." શુક્રવારે અન્ય એક દલિત યુવક ઘોડી પર ચઢી જાન લઈને જતો હોય ઠાકોર સમુદાયના લોકોએ ત્યારે પણ વાંધો ઉઠાવ્યો હતો.

ગુસ્સે થયા હતા ઠાકોરો
જણાવી દઈએ કે હાલમાં જ ઉત્તરાખંડના ટિહરીમાં 21 વર્ષના દલિત યુવકને ઢોર માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી, મૃતક દલિત યુવક આરોપીઓની સામે બેસીને ખાવાનું ખાતો હોય તેને મારી નાખ્યો હતો. આ ઘટના 26 એપ્રિલે બની હતી. દેહરાદૂનમાં ઈલાજ દરમિયાન સોમવારે તેનું મોત થયું હતું. ડીએસપી ઉત્તમ સિંહ જિમવાલાએ જણાવ્યું કે દલિત યુવક જિતેન્દ્રને નિચલી જાતિનો હોવા બાદ પણ પોતાની સામને ખાતો જોઈ ઉંચી જાતિના કેટલાક લોકો ગુસ્સે થયા હતા અને તેને ધમાર્યો હતો.

કરી હત્યા
તેમણે જણાવ્યું કે ઘટના 26 એપ્રિલના રોજ જિલ્લાના શ્રીકોટ ગામમાં એક લગ્ન સમારોહમાં બની. ડીએસપીએ કહ્યું કે પિટાઈને કારણે જિતેન્દ્ર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને નવ દિવસના ઈલાજ બાદ જ દેહરાદૂનના એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. તેમણે જણાવ્યું કે જિતેન્દ્રની બેને ફરિયાદના આધાર પર સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાત લોકોમાં ગજેન્દ્ર સિંહ, સોબન સિં, કુશલ સિંહ, ગબ્બર સિંહ, ગંભીર સિંહ, હરબીર સિંહ અને હુકુમ સિંહ સામેલ છે. ડીએસપીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
