ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા અમિત શાહ
અમદાવાદ, 13 જૂન: નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અમિત શાહે ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું અધ્યક્ષ પદ આજે સંભાળી લીધું છે. તેમના આ પાસા પલટથી શાહની બીસીસીઆઇ સુધીની રાહ સરળ થઇ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય ચે કે નરેન્દ્ર મોદીએ જીસીએ પદથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદથી જ એવું નક્કી માનવામાં આવી રહ્યું હતું કે અમિત શાહને જ આ હોદ્દો પુરસ્કારના રૂપમાં મળશે. ઉત્તર પ્રદેશમાં ભાજપની દિશા-દશા પર ચાપતી નજર રાખનાર શાહને સમજી વિચારીને આ હોદ્દો આપવામાં આવ્યો છે. જેનાથી બીસીસીઆઇની ગાદી પર શાહને બેસાડવામાં મોદી સરકારને કોઇ વાંધો ના આવે.
આ પહેલા પણ શાહના નામની મહોર લાગવાના સમાચારો આવ રહ્યા હતા. હવે જીસીએએ શાહને સાર્વજનિક રીતે અધ્યક્ષ જાહેર કરી દીધા છે. શાહને અધ્યક્ષ પદની શુભેચ્છા પાર્ટી સહિત વીપક્ષી પાર્ટીના નેતાઓએ પણ આપી છે. બીસીસીઆઇ પદ પર મચેલા હાહાકાર પર મોદી સરકાર આગળ ચાલીને પહેલ કરી શકે છે. જેમાં અમિત શાહને હોદ્દાથી નવાજાઇ શકાય છે.












Click it and Unblock the Notifications
