કચ્છમાં 3 લાખ કરતા વધારે પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યુ
લમ્પી વાયરસની બીમારી સામે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને પરીણામે પશુઓના જીવ બચાવી શકાયા છે. લમ્પી સ્કીન ડીસીઝ અંતગર્ત કચ્છ જિલ્લામાં કુલ ૫૭,૭૦૫ પશુઓની સારવાર કરવામાં આવી છે. કુલ ૩,૩૮,૯૩૭ પશુઓનું રસીકરણ કરવ
લમ્પી વાયરસની બીમારી સામે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને પરીણામે પશુઓના જીવ બચાવી શકાયા છે. લમ્પી સ્કીન ડીસીઝ અંતગર્ત કચ્છ જિલ્લામાં કુલ ૫૭,૭૦૫ પશુઓની સારવાર કરવામાં આવી છે. કુલ ૩,૩૮,૯૩૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર 1746 ગામોમાં 50,000 થી વધુ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં સફળ રહી છે. વાયરસના ફેલાવાને અંકુશમાં લેવાના પ્રયાસમાં પશુઓની અવરજવરને રોકવા માટે રાજ્યવ્યાપી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના આઇસોલેશન કેન્દ્રોની મુલાકાત લઇને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કચ્છમાં જ 37,840 પશુઓને વાયરસની અસર થઈ છે. અહીં અસરગ્રસ્ત પશુઓને અલગ કરવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26 આઇસોલેશન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જિલ્લામાં 58 વેટરનરી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 269 વધારાના મોબાઈલ વેટરનરી ક્લિનિક અને કરુણા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાકીના 3.30 લાખ પશુઓને આવરી લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દૈનિક 20 હજાર જેટલા પશુઓનું રસીકરણ કરે છે. પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવા માટે 24X7 કોલ સેન્ટર 1962 કાર્યરત છે.
રાજ્ય સરકાર જાગરૂકતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે જેથી કરીને મોટા પ્રમાણમાં લોકો અને ખાસ કરીને પશુપાલકો આ બાબતે લેવાતા પગલાંઓ અંગે જાગૃત થાય.












Click it and Unblock the Notifications
