સનસની: મેઘરજમાં ચિઠ્ઠી બની રહી છે મોતનું કારણ?

Posted By:
Subscribe to Oneindia News

અરવલ્લી પાસે આવેલા મેઘરજમાં ચિઠ્ઠી બની રહી છે મોતનું કારણ. જેના ઘરે આ ચિઠ્ઠી આવે છે તે વ્યક્તિનું નામ રામ નામ સત્ય થઇ જાય. એટલું જ નહીં સૌથી ચોંકવનારી વાત તો એ છે કે એક તાંત્રિક આ ચિઠ્ઠીઓ નાખી રહ્યો છે. અને આ ભેદી તાંત્રિકના કહેર હવે આ ગામમાં સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. લોકોમાં તાંત્રિક અને તેની ચિઠ્ઠીનો ભય બેસી ગયો છે. ત્યારે શું છે તાંત્રિક અને આ ચિઠ્ઠીનું કારણ જાણો અહીં....

Read Also: આ સાધના કર્યા વગર અધોરી, અધોરી નથી બનતો, જાણો વધુ...

tantrik

અરવલ્લીના મેઘરજના ગેડ ગામમાં એક તાંત્રિક અને તેના દ્વારા નાંખવામાં આવી રહેલી ચિઠ્ઠીઓ લોકોની ચિંતા વધારી રહ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે ગેડ ગામના પંડ્યા ફળીમાં 25 જેટલા પરિવારો રહે છે. તેમાં દિનેશભાઇ ખેમાભાઇ પંડ્યાના મકાનના પાછળના ભાગે અઠવાડિયા પહેલા કોઇ અજાણ્યા તાંત્રિક દ્વારા 3 લીંબુ, 3 સૂકા મરચાં અને 3 કોલસાને સફેદ કપડામાં કંકુ સાથે મૂક્યા હતા અને તેમાં ધમકીવાળી ચિઠ્ઠી પણ હતી.

tantrik

ચિઠ્ઠીનો રાજ?

આ ચિઠ્ઠીમાં લખ્યુ હતું કે "હંસા, તારો દીકરો ત્રણ દિવસ પછી જોવા નહીં મળે!" આ પ્રકારનું લખાણ જોઇ ફફડી ઉઠેલા આ પરિવારે તેનો એકનો એક દીકરો બચાવવા આસપાસમાં તેજમ ગામમાં બધાને જાણ કરી હતી.

tantrik

ઝેરી પીવડાવીને મોત!
આ ઘટનાના થોડા દિવસ બાદ ગામના જ કુમુદબહેન પંડ્યાના પુત્રની વહુ ઘરમાં એકલી હતી. ત્યારે ઘરના પાછળના બારણેથી આવેલા વ્યક્તિએ આ મહિલાને પાછળથી પકડી મોઢામાં નાખી ખવડાવી હતી. તેમાં કોઇ ઝેરી પદાર્થ હોવાથી તે યુવતી બેભાન થઇ ગઇ હતી. અને તેના ઘરમાંથી પણ ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે સામેના ઘરેમાં જે તાંર્કિક વિદ્યા કરી છે અને તેને પણ મેંજ ઝેરી દવા પીવડાવી છે.

tantrik


ચિઠ્ઠીનો ભય

આ પ્રકારની ઘટના બનતા ગામમાં લોકો ભયભીત થઈ ગયા છે અને વારંવાર બની રહેલા આવા ભેદી બનાવોથી પીછો છોડાવવા અને આરોપીને પકડવા તેમણે પોલીસને જાણ કરી છે.

murder

ચિઠ્ઠી અને તાંત્રિકનો સંબંધ?
પોલીસે આ ચિટ્ઠીઓનું અવલોકન કરી જણાવ્યુ હતું કે જે પ્રકારે લખાણ લખ્યું છે તે જોતા વ્યક્તિ વધારે ભણેલી નથી લાગતી વળી તેને છાપાના તથા નોટબુકના નાના ટુકડાનો ઉપયોગ કરી ચિઠ્ઠીઓ બનાવી છે. પોલીસ આ ચિઠ્ઠીઓના આધારે આ કહેવાતા તાંત્રિકની તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો આ ગામના લોકો તે જ ચિંતા કરી રહ્યા છે કે હવે ભૂલથી પણ કોઇ ચિઠ્ઠી તેમના ઘરમાં ન આવે.

English summary
In Meghraj People are getting strange letter from Tantrik. Read here more.
Please Wait while comments are loading...