Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8 જિલ્લામાથી હવે માત્ર 2 જિલ્લા ડાંગ અને વલસાડમાં રેડ અલર્ટ

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને લઇને મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ સતત નજર રાખી રહ્યાં છે. તેમના દ્વારા રાજ્યના ડિઝાસ્ટર સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લઈને નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરીને

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને લઇને મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ સતત નજર રાખી રહ્યાં છે. તેમના દ્વારા રાજ્યના ડિઝાસ્ટર સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લઈને નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરીને વરસાદની પરિસ્થિતિની મહિતી મેળવીને લોક હિતમાં જરૂરી પગલા લેવા માટે કલેક્ટરને સૂચના આપી હતી. કોઇ પણ ભોગે જાનહાની ના થાય તે પગલા લેવા માટે પણ જણાવ્યું હતુ.

RAJENDRA TRIVEDI

આ અંગે માહિતી આપતા મહેસુલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, એક નવસારીમાં એક દિવસમાં 811 લોકોનું રેસક્યુ કરીને રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વરસાદનું જોર હળવું થતાં જ માર્ગોની મરામત અને પૂર્વવત કરવા-નુકશાનીનો સત્વરે સરવે કરી સહાય ચુકવવી અને દવા છંટકાવ દ્વારા રોગ અટકાયતના પગલાં આપણી ટોચ અગ્રતા આપવામાં આવી છે.

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, નવસારીમાં પૂર્ણા નદીમાં પુરના પગલે ભારે પાણીનો પ્રવાહ હતો. જેના લીધે ઘણા ગામો મુશ્કેલીમાં મુકાયા હતા. નવસારીમાં જ્યારે રેસક્યુ કરવામાં આવ્યું ત્યારે મંત્રી નરેશ પટેલ, જિલ્લા કલેકટ્ર રેવેન્યુ અધિકારીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ ઘટનાને લઇને અભિનંદન પણ આપ્યા હતા.

નવસારીના વાંદરી ફળીયાના 60 લોકોને હેલિકોપ્ટરથી રેસક્યુ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ 1254 લોકોને 12 જુલાઇ સુધીમાં રેસક્યુ કરવામાં આવ્યા હોવાનું મહેસુલી મંત્રીએ જણાવ્યું હતુ. NDRF અને SDRF ની ટીમે પોતાના જીવના જોખમે રેસક્યુ કરીને લોકોના જીવ બચાવ્યા હતા.

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા પણ વિજળીને લગતી કામગીર સફળતા પૂર્વક કરી હતી. વરસાદને પગલે 5574 ગામોમાં વિજળીને અસર થઇ હતી. જેમાથી તમામ ગામોમાં વિજળી પૂર્વવત્ત શરૂ કરવામાં આવી છે.હવે માત્ર એક ટકા ગામોમાં જ વિજળીની સમસ્યા છે. જેને થોડા સમયમાં દૂર કરી દેવામાં આવશે. જેમા બીજા ગામોમાં વરસાદ પડતા અન્ય ગામો ઉમેરાય છે.

મહેસુલી મત્રીએ જણાવ્યું હતુ કે, ભારે વરસાદના કારણે રાજ્યના 470 માર્ગ બંધ હતા. જેમાથી ચાર નેશનલ હાઇવે, 20 સ્ટેટ હાઇવે. 24 અન્ય હાઇવે અને જિલ્લા પંચાયત હસ્તકના 422 રસ્તાઓ બંધ હતા. આજે કચ્છ જિલ્લાનો એક નેશનલ હાઇવે, ડાંગ જિલ્લાનો એક નેશનલ હાઇવે, નવસારી જિલ્લાનો એક હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં વરસાદની વધુ પરિસ્થિતિ ખરાબ થાય તો તેને પહોચીવળવા માટે હેલિકોપ્ટરની સેવા આપવા માટે 5 જ્ગાયેથી ચોપરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા મુંબઇ, અમદાવાદ, વડોદરા, ેનાસિક અને દમણ ખાતેથી ચોપરની સેવા લેવામાં આવશે.

ભારે વરસાદને પગલે રાજ્યના આઠ જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવી હતી જેમાથી હાલ બે જિલ્લા વલસાડ અને ડાંગ રેડ અલર્ટ પર હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X