Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RTE નાં ત્રીજા રાઉન્ડમાં વધુ ૨,૧૩૨ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ

નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે 31 મેં ના રોજ આરટીઈ નો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો. જેમા અંદાજે 2.132 જેટલા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો. બીજા રાહઉન્ડને અંતે ખાલી રહેલી જગ્યાઓ પુન: પસંદગી યોજા

નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે 31 મેં ના રોજ આરટીઈ નો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો. જેમા અંદાજે 2.132 જેટલા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો. બીજા રાહઉન્ડને અંતે ખાલી રહેલી જગ્યાઓ પુન: પસંદગી યોજાઇ હતી.

RTE

RTE એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ તા. ૩૧-૦૫-૨૦૨૨, મંગળવારના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ ૨,૧૩૨ જેટલાં બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૬,૪૯૫ જેટલી જગ્યાઓ ખાલી રહી છે જેમાં ગુજરાતીમાં ૭૨૮, અંગ્રેજીમાં ૪,૪૭૦, હિન્દીમાં ૧,૧૮૯ અને અન્ય માધ્યમમાં ૧૦૮ જગ્યાઓનો સમાવેશ થાય છે તેમ વધુમાં જણાવાયું છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૬-૬-૨૦૨૨, સોમવાર સુધીમાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવવાનો રહેશે.

મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૯,૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદાં-જુદાં માધ્યમમાં કુલ ૭૧,૩૯૬ જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.

RTE ACT-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં ૫૮,૩૪૭ તથા બીજા રાઉન્ડમાં ૪,૫૪૮ એમ બંને રાઉન્ડના અંતે એકંદરે કુલ ૬૨,૮૯૫ જેટલાં વિદ્યાર્થીઓએ જે તે શાળાઓમાં રૂબરૂ જઈ પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે.

બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ ઉપર વધુને વધુ નબળા તથા વંચિત જૂથના બાળકોને RTE એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહેલાં અને માન્ય અરજી ધરાવતા ૧,૦૫,૬૪૪ અરજદારોને ત્રીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુન : પસંદગીની તક તા. ૨૬-૦૫-૨૦૨૨થી તા. ૨૮-૦૫-૨૦૨૨ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એકંદરે કુલ ૫૨,૬૮૭ અરજદારોએ શાળાઓની પુન: પસંદગી કરેલ જ્યારે બાકીના ૫૨,૯૫૭ અરજદારોએ અગાઉ દર્શાવેલ શાળાઓ યથાવત રાખી હતી.

RTE એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ તા. ૩૧-૦૫-૨૦૨૨, મંગળવારના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ ૨,૧૩૨ જેટલાં બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૬,૪૯૫ જેટલી જગ્યાઓ ખાલી રહી છે જેમાં ગુજરાતીમાં ૭૨૮, અંગ્રેજીમાં ૪,૪૭૦, હિન્દીમાં ૧,૧૮૯ અને અન્ય માધ્યમમાં ૧૦૮ જગ્યાઓનો સમાવેશ થાય છે તેમ વધુમાં જણાવાયું છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૬-૬-૨૦૨૨, સોમવાર સુધીમાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવવાનો રહેશે.

મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૯,૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદાં-જુદાં માધ્યમમાં કુલ ૭૧,૩૯૬ જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X