મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો, ઓમિક્રોન XBB સબ-વેરિઅન્ટના 18 કેસ મળ્યા!

લાખો લોકોના જીવ લીધા બાદ પણ કોરોના વાયરસ પીછો છોડે એવુ લાગતુ નથી. હવે ફરી એક વખત દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસ વધવાના સમાચાર જોવા મળી રહ્યા છે.

મુંબઈ : લાખો લોકોના જીવ લીધા બાદ પણ કોરોના વાયરસ પીછો છોડે એવુ લાગતુ નથી. હવે ફરી એક વખત દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસ વધવાના સમાચાર જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું માનીએ તો કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના નવા સબ વેરિએન્ટ XBB વેરિઅન્ટના 18 કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

Omicron

ઓક્ટોબરના પ્રથમ 15 દિવસમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના XBB સબ-વેરિયન્ટના 18 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે બુધવારે આ માહિતી આપી હતી. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આમાંથી 13 કેસ પુણેમાંથી, બે-બે કેસ નાગપુર અને થાણેમાંથી અને એક કેસ અકોલા જિલ્લામાંથી નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 418 નવા કેસ સામે આવ્યા છે અને 3 લોકોના મોત થયા છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે XBB વેરિઅન્ટ માટે લોકોને એલર્ટ કર્યા છે અને કોવિડ-19 પ્રોટોકોલને અનુસરવાની સલાહ આપી છે.

મુંબઈ સિવિક બોડીએ મંગળવારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને આગામી તહેવારોની મોસમ પહેલા COVID-19 નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી જેથી કેસની સંખ્યામાં વધુ વધારો થતો અટકાવી શકાય. મુંબઈમાં ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X