ઉત્તર ગુજરાતના લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મુકાયા, જાણો કેમ?
બનાસકાંઠાના ડીસા તાલુકાના જાબડીયા ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. સામાજિક બંધારણના ઉલ્લંઘન બદલ લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા છે.
સમાજના આગેવાનોએ આ બંને કલાકારો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન રાખવા આદેશ કર્યો છે. લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા મામલે નિયમોનો ભંગ થતા આ કડક સામાજિક બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય મુજબ સમાજની કોઈપણ વ્યક્તિ જો આ દોષિતોને સાથ-સહકાર આપશે તો તેમને પણ દંડ કરવામાં આવશે. આગેવાનોએ યુવાનોને અપીલ કરી છે કે આ કલાકારોને સોશિયલ મીડિયા પરથી પણ તાત્કાલિક અનફોલો કરવામાં આવે.
આ વિવાદના મૂળમાં લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલો વરઘોડો છે, જેમાં ડીજે વગાડીને નિયમો તોડાયા હોવાનો આરોપ છે. 42 ગોળ ઠાકોર સમાજે ખોટા ખર્ચ અને દેખાડા રોકવા માટે ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકેલો છે.
બીજી તરફ ગબ્બર ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેઓ જાનમાં ડીજે લઈ ગયા નહોતા પણ ઘરે વગાડ્યું હતું. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કે દારૂ જેવી બદીઓ છોડવાને બદલે માત્ર અમને જ ટાર્ગેટ કરવામાં આવે છે.
અર્જુન ઠાકોરે પણ ભાવુક થઈ પ્રતિક્રિયા આપી હતી કે સમાજ તેમના મા-બાપ સમાન છે અને તેઓ વિરુદ્ધ જઈ શકે નહીં. જોકે તેમણે સવાલ કર્યો હતો કે અન્ય જગ્યાએ ડીજે ચાલતું હોવા છતાં માત્ર તેમને જ કેમ સજા?
હાલમાં આ ત્રણેય લોકોને સામાજિક રીતે અલિપ્ત કરી દેવામાં આવ્યા છે અને એક વર્ષ સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે. એક વર્ષ બાદ તેમની વર્તણૂક અને તાલુકા સમિતિના અહેવાલના આધારે માફી કે દંડ અંગે અંતિમ નિર્ણય












Click it and Unblock the Notifications
