ઈડરના રેવાસ પાસે ભયાનક અકસ્માત, ચાર લોકોના મોત
સાબરકાંઠાના ઈડર તાલુકા નજીક આવેલા રેવાસ પાસે ગત રાત્રિએ એક ગમખ્વાર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર, રીક્ષા અને બુલેટ બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ચાર યુવાનોના કરુણ મોત થયા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.

રેવાસની સમાજવાડી નજીક બનેલી આ ઘટનામાં ત્રણ યુવાનોનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું, જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં ઈડરના ભોઈ વાડાના રીક્ષા ચાલકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઈકો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો.
બુલેટ ચાલક સહિત ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત ભરૂચના ઝઘડિયા GIDCમાં પણ એક ગમખ્વાર માર્ગ અકસ્માત નોંધાયો હતો. આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ કામદારોને પરત લાવતી આઈસર ટેમ્પો પલટી જતાં ૩૦થી વધુ કામદારો ઘાયલ થયા છે.
બ્લેક રોઝ કંપની પાસેના વળાંક પર ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘાયલ થયેલા ૨૯ કામદારોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં, જ્યારે બાકીનાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણ કામદારોની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
