IndiaTV-VMR Exit Poll: ભાજપ અને કોંગ્રેસને મળશે કેટલી બેઠકો?

શું કહે છે ઇન્ડિયા ટીવી વીએમઆરનો એક્ઝિટ પોલ? ગુજરાતમાં કોની સરકાર બનશે? વાંચો અહીં...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન બાદ એક પછી એક એક્ઝિટ પોલ આવી રહ્યાં છે, આ હેઠળ ઇન્ડિયા ટીવી-વીએમઆર એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી માટે ખુશીના સમાચાર આવ્યા છે, જ્યારે કોંગ્રેસ માટે દુઃખના સમાચાર છે. આ એક્ઝિટ પોલના અનુમાન અનુસાર, ભાજપને 104થી 114 બેઠકો મળશે, કોંગ્રેસ 65થી 75 બેઠકો પર જીતી શકે છે, જ્યારે અન્યોને 2થી 4 બેઠકો મળવાની સંભાવના છે. દ.ગુજરાતમાં ભાજપને 24-30 બેઠકો મળી શકે છે અને કોંગ્રેસને 35માંથી 6-8 બેઠકો મળી શકે છે. અનુમાન અનુસાર, આ ક્ષેત્રમાં ભાજપનો વોટ શેર 50 ટકા, કોંગ્રેસનો 38 ટકા અને અન્યનો વોટ શેર 12 ટકા રહેશે. આ જ વિસ્તારના ઓપિનિયન પોલમાં કહેવામાં આવ્યું હતું કે, અહીં ભાજપને (23-27 બેઠકો) 46 ટકા વોટ શેર, કોંગ્રેસને (6-10 બેઠકો) 39 ટકા વોટ શેર અને અન્યોને (1-3 બેઠકો) 15 ટકા વોટ શેર મળી શકે છે. આ વિસ્તારમાં વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને 28 બેઠકો, કોંગ્રેસને 6 બેટકો અને અન્યોને 1 બેઠક મળી શકે છે.

exit poll

મધ્ય ગુજરાતમાં એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 23, કોંગ્રેસને 16 અને અન્યોને 2 બેઠકો મળી શકે છે. અહીં ભાજપનો વોટ શેર 47 ટકા, કોંગ્રેસનો વોટ શેર 41 ટકા અને અન્યનો વોટ શેર 12 ટકા હશે. ઓપિનિયન પોલમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે, અહીં ભાજપને 46 ટકા વોટ સાથે 23-27 બેઠકો, કોંગ્રેસને 40 ટકા વોટ સાથે 13-17 બેઠકો અને અન્યને 0 બેઠકો મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને 45 ટકા વોટ, કોંગ્રેસને 42 ટકા અને અન્યોને 13 ટકા મત મળી શકેછે. ઓપિનિયન પોલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, ભાજપને 30-34 બેઠકો, કોંગ્રેસને 18-22 બેઠકો અને અન્યોને 0-2 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલમાં સૌરાષ્ટ્રમાં ભાજપને 25-31 બેઠકો અને કોંગ્રેસને 23-29 બેઠકો મળી શકે છે. સૌરાષ્ટ્રમાં અપેક્ષિત વોટ શેર ભાજપને 46 ટકા, કોંગ્રેસને 45 ટકા અને અન્યને 9 ટકા છે. ઓપિનિયન પોલમાં સૌરાષ્ટ્રમાં ભાજપને 27-31 બેઠકો, કોંગ્રેસને 23-27 અને અન્યને 0 બેઠક મળવાની સંભાવના વ્યક્ત થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X