For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીથી પ્રભાવિત 14 રાજવીઓએ ભાજપનો હાથ પકડ્યો

|
Google Oneindia Gujarati News

bjp
અમદાવાદ, 11 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની ભારે ખલબલી અંતર્ગત દરેક પક્ષના કેટલાક આગેવાનો પક્ષ પલટો કરી રહ્યા છે. પણ ગુજરાત ભાજપને એક અનોખી સફળતા મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકાસકાર્યોથી પ્રભાવિત થયેલા ગુજરાતના જુદા-જુદા રાજપરિવારોના ૧૪ રાજવીઓ શનિવાર, 10 નવેમ્બર, 2012ના રોજ ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં જોડાનાર રાજવીઓમાં છોટાઉદેપુરનાં રાજમાતા નિર્મલકુમારી ચૌહાણ અને શિવરાજપુર, પંચમહાલનાં પૂનમબહેન ઠાકોરનો પણ સમાવેશ થાય છે. આ અંગે ભાજપના પ્રવક્તા આઇ કે જાડેજાએ કહ્યું હતું કે જેમણે ભૂતકાળમાં કોઈ રાજનીતિ કરી નથી, પણ રાજશાસન વ્યવસ્થાના કુળમાંથી આવે છે તેવા રાજઘરાનાંના રાજવીઓ ભાજપમાં જોડાયા છે. તેમને બીજેપી આવકારે છે.
ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને આઇ કે જાડેજાએ તમામ રાજવીઓને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે પ્રવેશ કરાવ્યો હતો અને આવકાર્યા હતા.

છોટાઉદેપુરના ઐશ્વર્ય પ્રતાપસિંહ વીરેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં પંચમહાલના શિવરાજપુરના અજિતસિંહ, બાકરોલના કુલદીપસિંહ ગોહિલ, વડોદરા જિલ્લાના કદવાલના જયપ્રતાપસિંહ, છાલિયેરના રતનદીપસિંહ, નટવરનગરના ચંદ્રવિજયસિંહજી ચાસઠિયા, આણંદ જિલ્લાના ઉમેટાના અનિરુદ્ધસિંહ પરિહાર, ખેરડાના હનુમાનસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લાના સાબલવાડના શત્રુઘ્નસિંહ, રાજકોટ જિલ્લાના આરવી ટીંબાના સૌરભસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, ગાંધીનગર જિલ્લાના વરસોડાના ઠાકુરસાહેબ જયવિજયસિંહજી અને મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કુવાધર્મરાયના અને હાલ વડોદરા સ્થાયી થયેલા કુંવર ચંદ્રસિંહ સોલંકી ભાજપમાં જોડાયા હતા.

English summary
Influenced by Modi, 14 royal people joined BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X