વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સુરેન્દ્રનગરના પ્રવાસે, સરપંચો સાથે કર્યો સંવાદ
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ સંવાદ યોજાય હતો. સરપંચોને સાંભળીને તેમને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને લોક સુધી પહોચાડવા માટે આહવાન કર્યુ
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ સંવાદ યોજાય હતો. સરપંચોને સાંભળીને તેમને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને લોક સુધી પહોચાડવા માટે આહવાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ જગદીશભાઇ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યુ.

આ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સરપંચોની રજૂઆત સાંભળી તેમના પ્રશ્નોનોનું નિરાકરણ કર્યુ હતુ. તેમજ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરપંચ સંવાદમાં ઘણા નવા નવા સજેશનો આવ્યા છે, નવા પ્રશ્નો આવ્યા છે તેમનુ નિવારણ ઝડપથી કરવા પ્રયત્ન કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અને રાજય સરકારની વિવિઘ યોજનાઓના લાભ યોગ્ય વ્યક્તિને મળે તેવા પ્રયત્ન થાય તે અંગે માહિતી આપી.
આદર્શ ગામ કેવી રીતે બની શકે તે અંગે સરપંચશ્રીઓને માહિતી આપી. ગામના લોકોને જયારે તમને ચૂંટીને મોકલ્યા છે તેમની અપેક્ષાઓ પુર્ણ કરવા તમામ પ્રયત્ન કરવા હાંકલ કરી. ગામમાં કોઇ દિકરી સુકન્યા સમૃદ્ધી યોજનાથી વંચીત ન રહે તે માટે વિનંતી કરી. ગામના સરપંચો ગામમાં રહેતા લોકોને પીએમ સુરક્ષા વિમા યોજનાનો લાભ દરેકને મળે તે અંગે વિનંતી કરી અને આ યોજનાનું મહત્વ સમજાવ્યું. સરપંચો કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાના લાભ ગામના લોકોને અપાવશે તો ગામ સમૃદ્ધ બનશે અને ગામ સારુ બને તેની જવાબદારી સરપંચોની છે.
ગામમાં મેડિકલ કેમ્પ યોજવા વિનંતી કરી. પીએમ સુનિઘી યોજના અંગે પણ માહિતી આપી અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે માટે વિનંતી કરી.ગામના સરપંચનું મહત્વ જણાવતા કહ્યુ કે જો કોઇ ધારાસભ્ય કે સાંસદોને ચૂંટાવવું હોય તો તેમને સરપંચોના આઘાર જોઇએ એક એક ગામના સરપંચ મદદ કરે ત્યારે ચૂંટાય છે.












Click it and Unblock the Notifications
