વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા
વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા
વલસાડઃ કોરોના વાયરસે ગરીબથી લઇ વીઆઇપી સુધીના તમામ લોકોને પહેલેથી જ મુશ્કેલીમાં ધકેલી દીધા હતા, કેટલાક લોકોના ધંધા રોજગાર ઠપ થઇ ગયા, ત્યારે વલસાડથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે તંત્ર માટે પડકારજનક સાબિત થઇ શકે છે, સાથે જ કોરોના સંક્રમિતોની મુશ્કેલી પણ વધારી શકે છે. યોગ્ય ઇલાજ ના થઇ શકવાનો લોકોમાં ડરનો માહોલ રહે તે સ્વાભાવિક છે. જણાવી દઇએ કે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે.

આ કારણે ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા
મળતી માહિતી મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ઇન્ટર્ન તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. 150થી વધુ સાથી ડૉક્ટરો પણ હડતાળ પર ઉડતાળ પર ઉતર્યા હોવાના મીડિયા રિપોર્ટ મળ્યા છે. ઇન્ટર્ન તબીબોને સામાન્ય માસ્ક અપાતા હોવાનો આક્ષેપ છે, તેમનું કહેવું છે કે N95 માસ્ક અને સુરક્ષા માટે અન્ય જરૂરી સાધનો આપવામાં ના આવતા હોવાથી અને ઇન્ટર્ન ડૉક્ટર્સનો કોરોના ટેસ્ટ કરાવવાનો તંત્ર ઇનકાર કરતું હોવાથી તબીબોમાં નારાજગી વ્યાપી છે.

કોરોના કાળમાં પૂરતી સગવળ ના મળતાં હડતાળ
ટીવી9 ગુજરાતીના અહેવાલ મુજબ ડૉક્ટરોને આઇસોલેશનમાં રહેવાની પણ પૂરતી સગવડ ઉપલબ્ધ કરાવવામાં નથી આવતી. જેને પગલે જુનિયરોની સાથે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો પણ હડતાળમાં જોડાયા છે. બીજી તરફ હોસ્પિટલના અધિકારીઓ નારાજ તબીબોને મનાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

આવા દર્દીઓને રઝળતા મૂકી દેવામાં આવતા હોવાનો દાવો
મીડિયા રિપોર્ટ મુજબ તબીબોએ દાવો કર્યો છે કે વીઆઇપી દર્દીઓના ઇલાજ માટે ઉપરથી પ્રેસર આવે છે બાકીના દર્દીઓને રજળતા મૂકવામાં આવે છે જેને લઇને પણ વિવાદ વકર્યો છે. માસ્કને લઇને થયેલા વિવાદમાં હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે તેમની પાસે પણ પૂરતાં માસ્ક નથી ત્યારે તેઓ ઇન્ટર્નને કેવી રીતે માસ્ક આપી શકે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે જો દર્દીઓના સ્ટેટસને લઇને લોકોના ઇલાજ કરવામાં આવશે તો ગરીબોની સંભાળ કોણ લેશે? આ મામલે યોગ્ય તપાસ થવી જોઇએ અને ઇલાજમાં અમીરી-ગરીબોનો ભેદભાવ થતો હોય તો તે દૂર કરવા સરકારે પગલાં ભરવાં જોઇએ.












Click it and Unblock the Notifications
