Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

International Yoga Day : CMના અધ્યક્ષસ્થાને થશે રાજયકક્ષાની ઉજવણી, 7500 લોકો લેશે ભાગ

યોગ એ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ છે. આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ' છે.

International Yoga Day : યોગ એ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ છે. આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' છે. ગુજરાત રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થશે. જેમાં 7500 લોકો સહભાગી થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

આ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 750થી વધુ યોગ કોચ અને 60,000 થી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને બધા ધર્મો અને દર્શનોમાં ખૂલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે, જે લોકોને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે જોડે છે.

ભારત આદિકાળથી જ યોગગુરૂ રહ્યો છે. ભારતમાં યોગની પરંપરા સદીઓ જૂની છે. ભારત હંમેશા વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર - પ્રસાર કરી રહ્યું છે. આ પ્રચાર - પ્રસાર ત્યારે લેખે લાગ્યો જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં યુનાઈટેડ નેશન્સની મહાસભામાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો અને મહાસભાએ વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.

યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ'

યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ'

દર વર્ષે અલગ અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માનવતા માટે યોગ' (Yoga for Humanity)ની થીમ પર ઉજવવામાં આવશે.

વર્ષ 2015માં 'સદભાવ અને શાંતિ માટે યોગ', વર્ષ2016માં 'કનેક્ટ ધ યુથ', વર્ષ 2017માં 'સ્વાસ્થ્ય માટે યોગ', વર્ષ 2018માં 'શાંતિ માટે યોગ', વર્ષ 2019માં 'કલાઈમેટ એક્શન', વર્ષ2020માં 'યોગ એટ હોમ-યોગ વિથ ફેમિલી', વર્ષ 2021માં 'યોગ ફોર વેલબીઈંગ' જેવી વિવિધ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનીઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે, ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો 'યોગમય ગુજરાત'અભિયાનમાં સહભાગી થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદનાસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે થશે, જેમાં 7500 લોકો જોડાશે.

રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકા,મહાનગરપાલિકા સાથો સાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએવિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળીને યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુદ્રઢ માર્ગદર્શન અને રમતગમત મંત્રીહર્ષ સંઘવીના આયોજન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિકસ્થળો જેવા કે, સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનીઉજવણી કરવામાં આવશે.

રાજ્યભરમાં 5000 થી વધુ યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા

રાજ્યભરમાં 5000 થી વધુ યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા

ગુજરાતના ખૂણે ખૂણે યોગનો પ્રચાર-પ્રસાર થાય, તે માટે ચલાવવામાં આવી રહેલાં 'યોગમય ગુજરાત' અભિયાનને વધુ સફળ બનાવવાગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 750 થી વધુ યોગ કોચ અને 60,000 થી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંતરાજ્યભરમાં 5000 થી વધુ યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીએ સમગ્રરાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી 300 થી વધુ યોગ સંવાદ અને યોગ શિબિરો કરી યોગની જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમોકર્યા છે.

મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય, યોગની પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બને અને સ્વસ્થ ગુજરાત થકી સ્વસ્થભારત બને તે માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત યોગ બોર્ડની રચના કરવામાં આવીહતી.

આ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગપ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે.

યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં યોગ વિષયનો ઉમેરો કરાયો

યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં યોગ વિષયનો ઉમેરો કરાયો

યોગ અને છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. ત્યારે આ પ્રયત્ન રૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારારાજ્યના તમામ જિલ્લાઓમાં યોગ કોચ નિમવા, યોગ કોચને તાલીમ આપવી તથા દરેક યોગ કોચ હેઠળ યોગ્ય ટ્રેનરો તૈયાર કરવા જેવીકામગીરી કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના એજન્ડામાં પ્રમુખ સ્થાને યોગવિષયનો સમાવેશ થયો.

વર્ષ 2015માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એન.સી.ઈ.આર.ટી ના અભ્યાસક્રમમાં અને ત્યાર બાદ દેશનીઘણી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં યોગ વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે.

21 મી જૂન ઉત્તર ગોળર્ધનો સૌથી લાંબો દિવસ છે

21 મી જૂન ઉત્તર ગોળર્ધનો સૌથી લાંબો દિવસ છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા 21 મી જૂન પસંદ કરવામાં આવી હતી કારણ કે, 21 મી જૂન ઉત્તર ગોળર્ધનો સૌથી લાંબો દિવસ છે.ભારતીય માન્યતા અનુસાર આ દિવસને ગ્રીષ્મ સંક્રાંતિ દિવસ માનવામાં આવે છે.

સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે સૂર્યના કિરણોસૌથી વધુ સમય સુધી પૃથ્વી પર રહે છે. યોગાભ્યાસમાં આ સમયને સંક્રમણકાળ કહે છે અને આ સમયે યોગ કરવાથી ઘણો ફાયદો થતો હોયછે.

આજે વિશ્વ યોગમય બની રહ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય યોગની જન્મભૂમિ ભારતને જાય છે. યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા દેશનાઆધ્યાત્મિક યોગ ગુરુઓની મહત્વની ભૂમિકા રહી છે.

આઝાદીની લડત દરમિયાન મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદે લોકોને આધ્યાત્મઅને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો. આજે વિશ્વના તમામ દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ભવિષ્યમાંયોગ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું મહત્વનું માધ્યમ બનશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X