For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કુટીર ઉદ્યોગ ભાજપને મત આપવા માટે એકજૂટ છે?

ગુજરાત સરકારની જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાએ કુટિર ઉદ્યોગ માટે નવો રસ્તો ખોલ્યો

By Desk
|
Google Oneindia Gujarati News

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ઘરવપરાશ માટે પણ વિજળી નહોતી મળી શકતી, ગામડે-ગામડે વીજ જોડાણ પણ નહોતાં થયાં પરંતુ બાદમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સમગ્ર ગુજરાતને વીજ જોડાણ અપાવી આખા ગુજરાતને ઝગમગાવવાનું સપનું જોયું અને તે સાકાર પણ કર્યુ. અત્યારે ગુજરાતના 18000 ગામમાંથી એકેય ગામ એવાં નથી જ્યાં વીજળી પહોંચતી ના હોય. જનતાના વિકાસ પ્રત્યે ભાજપ સરકારની નિષ્ઠા થકી જ આ શક્ય બન્યું છે.

bhupendra patel

આ તો થઈ ઘર વપરાશ માટેની વીજળીની વાત પરંતુ ગામડે-ગામડે ઘણા ઉદ્યમીઓ વીજળીની ખપતને કારણે ધંધો-રોજગાર કરી શકે તેમ નહોતા. ગુજરાત સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના શરૂ કરી. ગુજરાત સરકારની ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝવીજ પુરવઠો 24 કલાક પૂરો પાડામાં આવે છે. જેને પરિણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહીને લઘુ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ સ્થાપી આજીવિકા મેળવવાની નવી તકો પૂરી પાડી છે.

જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનામાં ગ્રામીણ વસ્તીમાં આવક અને ઉદ્યોગ સાહસિકતાનું સ્તર ઊંચું આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુને વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્યક્તિગત કારીગરો/ ઉદ્યોગ સાહસિકો/ સ્વસહાય જુથોને ગ્રામ્ય કક્ષાએ કે 20000 કે તેથી ઓછી વસ્તીવાળા નગરમાં રૂપિયા 1 લાખથી વધુ અને રૂ 25 લાખ સુધીના નવા પ્રોજેક્ટ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન અરજી બેંક ભલામણ કરી બેંક મારફતે ધિરાણ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે બેંકની શાખા તરફથી મંજૂર કરેલ ધિરાણની પૂરેપૂરી રકમની ચુકવણી કરવામાં આવ્યા બાદ બેંક તરફથી માર્જીન મની ક્લેમ મળ્યેથી ચૂકવવા પાત્ર માર્જીન મનીની રકમ બે વર્ષ સુધી કરજદારના નામે કરજદારના ખાતામાં સરકારશ્રીના અનામત થાપણ તરીકે રાખવાની રહેશે. બે વર્ષ બાદ જે તે યુનીટ સફળતા પૂર્વક ચાલુ હોવા અંગે જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખરાઈ કરી બેંકને પ્રમાણપત્ર આપવાનુ રહેશે. ત્યારબાદ બેંક માર્જીન મનીની રકમ કરજદારના ખાતામાં જમા લઈ શકશે.

યોજના વિશે મહત્વની માહિતી

  • રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના ઉત્‍પાદનલક્ષી નવા પ્રોજેકટને બેંક તરફથી ધિરાણ મંજૂર કરવામાં આવશે.
  • આ યોજનાના હેતુ માટે પરિયોજના ખર્ચમાં પ્‍લાન્‍ટ ખર્ચ, યંત્ર સામગ્રી ખર્ચ અને આ બન્‍ને ખર્ચના વધુમાં વધુ ૧૦ ટકા જેટલી કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે. પરિયોજના ખર્ચમાં જમીનની તથા મકાન બાંધકામની કિંમતનો સમાવેશ થશે નહીં.
  • પ્રોજેકટ પ્રવૃત્તિ માટે પ્‍લાન અને મશીનરીનું રોકાણ ઓછામાં ઓછુ રૂા. પ લાખ હોવું જોઇશે.

ગુજરાત સરકારની જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંગે વાત કરતાં અશ્વિનભાઈ મકવાણાએ જણાવ્યું કે, અમે જામનગરમાં અમે કુટિર ઉદ્યોગ ચલાવીએ છીએ. ગુજરાત સરકારની જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના માધ્યમથી અમને વીજળી તો મળી જ સાથે જ આર્થિક સહાય પણ મળી. સરકારની આ પહેલે થકી જ અમારો પરિવાર સદ્ધર બન્યો છે.

English summary
Gujarat Government's Jyoti Gramodyog Vikas Yojana opened a new avenue for cottage industries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X