For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુકેની મિત્રતા નરેન્દ્ર મોદી માટે 'ઇમ્પોર્ટેડ રક્ષાકવચ'?

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં એકધારા શાસનનાં 11 વર્ષ પૂરાં કરવાની સિદ્ધિ મેળવી તેની નોંધ સમગ્ર દેશે લીધી, પરંતુ આ અગિયાર વર્ષોમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતનો જેવો વિકાસ કર્યો તેની નોંધ માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વએ લીધી છે. આ કારણે જ બ્રિટિશ સરકારે ગુજરાત સાથે કોઇ સંબંધ નહીં રાખવાનો આઠ વર્ષ જુનો નિર્ણય પાછો ખેંચી ગુજરાત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ભારત સ્થિત યુકેના હાઇ કમિશ્નર જેમ્સ બેવન ગુજરાત આવશે અને રાજ્ય અને મોદી સાથે સંબંધો સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરશે. યુકે તરફથી આવેલું મિત્રતાનું કહેણ નરેન્દ્ર મોદી માટે 'ઇમ્પોર્ટેડ રક્ષાકવચ' બની રહેશે તેની ચર્ચા શરૂ થઇ છે.

મોદી વિરોધીઓ સામે 'ઇમ્પોર્ટેડ રક્ષાકવચ'
ગુજરાતમાં પાછલા 11 વર્ષોમાં થયેલા વિકાસની અવગણના કરી માત્ર વર્ષ 2002ના કલંકિત રમખાણો મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સતત ટીકા કરનારાઓને ગાલે આ એક લપડાક છે. નરેન્દ્ર મોદીને મળેલા આ 'ઇમ્પોર્ટેડ રક્ષાકવચ'થી તેઓ વિરોધીઓને તો સણસણતો જવાબ આપીશે જ સાથે પોતાના પક્ષ ભાજપમાં પણ ફરી એકવાર પોતાના સામર્થ્યનો પરચો આપી શકશે. બિનસાંપ્રદાયિકતાના નામે રાજ્યમાં અજંપાની સ્થિતિ ઉભી કરનારા લોકોને મોદીની વૈશ્વિક સ્વીકાર્યતા વધતા નવો મુદ્દો શોધવો પડશે.

ચૂંટણીને ટાણે મોદી પર મા આધ્યશક્તિની કૃપા!
નરેન્દ્ર મોદી શક્તિ ઉપાસક છે. આ કારણે જ તેમણે પોતાની વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા શક્તિસ્થળ બહુચરાજીથી શરૂ કરી હતી અને તેનું સમાપન શક્તિસ્થળ પાવાગઢ ખાતે કર્યું હતું. આધ્યશક્તિના આશીર્વાદ લઇને શરૂ કરેલી યાત્રા મોદીને ફળી છે અને યાત્રાના અંતિમ દિવસે જ બ્રિટને મિત્રતાનો હાથ લંબાવતા મોદીએ ટિ્વટ કર્યું હતું કે "દેર આયે દુરસ્ત આયો!! હું યુકે સરકારે ગુજરાત સાથે સંબંધો મજબૂત કરવાના અને સક્રિય ભાગીદારી કરવાના પગલાંને આવકારું છું. ગૉડ ઇઝ ગ્રેટ."

માત્ર મોદીને નહીં, ગુજરાતને પણ ફાયદો
વિધાનસભા ચૂંટણીઓ માટેના સોગઠાં ગોઠવાઇ ગયા છે ત્યારે આવેલા સમાચારથી માત્ર મોદીને નહીં ગુજરાતને પણ ફાયદો થશે. આ વખતની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવવા માટે આશ્વસ્ત મોદીએ 'વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની તૈયારીઓ પૂર જોશમાં શરૂ કરી છે. પાછલી સમિટમાં જાપાન સાથેના રોકાણ સહયોહ બાદ બ્રિટને દ્વિપક્ષીય સમજુતી કરી વેપાર વધારવા માટે લંબાવેલા હાથથી ગુજરાતમાં રોકાણની તકો વધશે અને બંને પક્ષો વચ્ચેનો વ્યાપાર વધતા ગુજરાતના બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને સીધો ફાયદો પહોંચશે.

મોદીનું વૈશ્વિક કદ અને શાખ વધ્યાં
યુકે સરકારના પગલાંથી મોદીનું વૈશ્વિક કદ અને શાખ વધ્યાં છે. મહત્વની બાબત એ છે કે બ્રિટનની બંને મુખ્ય પાર્ટીઓએ આ પગલાંને એકસાથે આવકાર્યું છે. વિશ્વની અગ્રણી મહાસત્તાઓ પૈકી બ્રિટને ભરેલા પગલાંથી ગુજરાતની આર્થિક સ્થિતિની છબી સ્પષ્ટ થાય છે અને મંદીની અસર અનુભવી રહેલી આર્થિક સત્તાઓને ભારત દેશના એક ભાગ ગુજરાત રાજ્ય પાસેથી કેવી મદદ મળી શકે તેની તરફ ઇશારો કરે છે.

અમેરિકા પણ નરમ પડી શકે
બ્રિટને કરેલી પહેલની અસર તાત્કાલિક ધોરણે અમેરિકા સુધી પહોંચી છે અને અમેરિકા પણ નરેન્દ્ર મોદી પર ફરમાવેલા વિઝા બેન પર નરમ પડી શકે અને તે અંગે ફરીથી વિમર્શ કરી શકે તેમ માનવામાં આવે છે.

English summary
Is UK's friendship become imported safeguard for Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X