For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસ: સસ્પેંડેડ અધિકારીએ માંગ્યા જામીન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-case
અમદાવાદ, 24 મે: વર્ષ 2004ના ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં એક સસ્પેંડેડ આઇપીએસ અધિકારીએ વિશેષ કોર્ટ પાસે જામીન માંગ્યાં છે. કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઇ સસ્પેંડેડ અધિકારીની ધરપકડના 90 દિવસમાં આરોપપત્ર દાખલ કરી શકી નથી.

સીબીઆઇએ આઇપીએસ અધિકારી એલ સિંઘલની 21 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. સિંઘલે વધારાની મુખ્ય ન્યાયિક જજ એસ એચ ખુટવાડની વિશેષ સીબીઆઇ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

વકીલ બ્રજરાજ સિંહ ઝાલાના માધ્યમથી દાખલ કરવામાં આવેલા આવેદન પત્રમાં સિંઘલે દલીલ કરી હતી કે 22 મેના રોજ આપરાધિક પ્રક્રિયા સંહિતાની કલમ 167 (2) હેઠળ 90 દિવસનો સમયગાળો પુરો થઇ ગયો છે અને આ સમયગાળામાં સીઆરપીસીની કલમ 173 (2) હેઠળ અપેક્ષિત રિપોર્ટ ચલણ કે આરોપ પણ દાખલ કરવામાં આવ્યું નથી.

સિંઘલ ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવેલા પહેલા પોલીસ અધિકારી હતા. ગુજરાત સરકાર દ્વારા પોતાને બચાવવા માટે કંઇ નહી કરવામાં આવતાં નિરાશ જોવા મળતાં સિંઘલે 2 માર્ચના રોજ ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપી દિધું હતું. સીબીઆઇએ આ કેસમાં સિંઘલ ઉપરાંત ગુજરાત પોલીસના વધુ પાંચ અધિકારીઓની ધરપકડ કરી છે જેમાં તરૂણ બારોટ, જેજી પરમાર, ભારત પટેલ, એન કે અમીન અને અનાજૂ ચૌધરી છે.

English summary
A suspended IPS officer accused in the 2004 Ishrat Jahan fake encounter case sought default bail on Thursday from the special court here, after the CBI which is investigating the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X