ઇશરત કેસ: સીબીઆઇએ કાયદા મંત્રાલયને સોંપ્યા દસ્તાવેજ
અમદાવાદ, 5 ફેબ્રુઆરી: સીબીઆઇએ કાયદા મંત્રાલયને ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટરમાં વધારાના દસ્તાવેજ અને નવા એફિડેવિટ સોંપી દિધા છે. સીબીઆઇએ સલાહ માંગી છે કે ઇશરત જહાં કેસમાં શું ગુપ્તચર વિભાગના અધિકારીઓ કેસ ચલાવવાની જરૂરિયાત છે.
સીબીઆઇના સૂત્રોએ કહ્યું હતું કે મંત્રાલય દ્વારા માંગવામાં આવેલા નવા દસ્તાવેજ સોંપી દેવામાં આવ્યા છે જેથી તપાસ કરી શકાય કે બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇના ચાર અધિકારીઓ પર કેસ ચલાવવા માટે શું ગૃહ મંત્રાલયથી મંજૂરી લેવાની જરૂરિયાત છે કે નહી.
જો કે સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પૂરક આરોપપત્ર લગભગ તૈયાર છે અને કાયદા મંત્રાલયે જો સમય પર સલાહ ન આપી તો સક્ષમ કોર્ટમાં અંતિમ રિપોર્ટ દાખલ કરવાની કાર્યવાહી પર વિચાર કરવામાં આવી શકે છે.

સરકારના લિગલ સેલે સીબીઆઇને કહ્યું હતું કે વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર (અત્યારે નિવૃત) અને તેમના ત્રણ અધિકારીઓ પી મિત્તલ, એમ કે સિન્હા અને રાજીવ વાનખેડે પર કેસ ચલાવવા માટે પૂર્વ મંજૂરીની જરૂરિયાત છે કે નહી તેના પર કાયદાકીય સલાહ આપતાંપ પહેલાં તે પૂરતાં દસ્તાવેજ પુરા કરાવ્યા. સીબીઆઇએ તાજેતરમાં કાયદા મંત્રાલય પાસે કાર્મિક તથા તાલીમ વિભાગના માધ્યમથી સંપર્ક કર્યો અને આ મુદ્દે પર સલાહ માંગી હતી.
માનવામાં આવે છે કે મંત્રાલયે જ્યારે દસ્તાવેજ માંગ્યા તો સીબીઆઇએ સૂચિત કર્યા કે તે એટર્ની જનરલ સાથે દસ્તાવેજોને જાહેર કરશે પરંતુ નકલ પુરી પાડી નથી કારણ કે તે સંવેદનશીલ પ્રકૃતિની હતી.












Click it and Unblock the Notifications
