ઇશરત કેસ: પી.પી પાંડેને કોર્ટમાં હાજર થવા સુપ્રિમનો આદેશ

ન્યાયાધીશ બી એસ ચૌહાણ અને એસ એ બોબ્ડેની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે પાંડે જો સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ સોમવારે હાજર નહીં થાય તો તેમને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે. ભારતીય પોલીસ સેવાના 1982 બેચના આ અધિકારી હાલમાં ગુજરાતમાં અતિરિક્ત પોલીસ મહાનિદેશક છે.
કોર્ટે પી પી પાંડે તરફથી રજૂઆત કરનારા વકીલ જસપાલ સિંહના આશ્વાસન બાદ આ આદેશ આપ્યો હતો કે પોલીસ અઘિકારી સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ થશે અને ત્યાર સુધી તેમને રક્ષણ આપવામાં આવશે. અગાઉ સીબીઆઈ તરફથી વધારાના સોલિસીટર જનરલ ઇંદિરા જયસિંહે પાંડેને આવું રક્ષણ આપવાનો વિરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
