For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસમાં જજનો પોલીસ અધિકારીઓની અરજી પર સુનવણી કરવાનો ઇનકાર

|
Google Oneindia Gujarati News

ishrat jahan
અમદાવાદ, 24 જૂન : ગુજરાત હાઇકોર્ટના એક ન્યાયાધીશે એડિશનલ ડીજીપી પીપી પાંડેયની અરજી પર સુનવણીથી પોતાને અલગ કરી લીધા છે. આ અરજીમાં ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલામાં સીબીઆઇ દ્વારા નોંધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ કરી છે.

ન્યાયપૂર્તિ એસ આર બ્રહ્મભટે સોમવારે પાંડેયની અરજી પર સુનવણી નહી કરવાનો નિર્ણય કર્યો. તેમણે એ આધાર પર સુનવણી કરવાનો ઇનકાર કરી દીધો કે તેમણે આની પહેલા એક વકિલ તરીકે ડીજી વણજારાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વણજારા પણ આ મામલામાં આરોપી છે.

વણજારાને સીબીઆઇએ ઇશરત મામલામાં ચાર જૂને ગિરફ્તાર કર્યો હતો અને ત્યારથી તેઓ અમદાવાદની સાબરમતી કેન્દ્રીય જેલમાં બંધ છે. વણજારા 2006ના સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરમાં પણ મુખ્ય આરોપીઓમાંથી એક છે.

ઇશરત મામલામાં સીબીઆઇ તરફથી નોંધાયેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે પાંડેયે સાથી અધિકારીઓને 'કહેવાતી મહત્વપૂર્ણ ગુપ્ત જાણકારી' પહોંચાડી. તેમાં કહેવાયું હતું કે કોલેજ વિદ્યાર્થી ઇશરત અને લશ્કર-એ-તૈયબ્બાના ત્રણ અન્ય આતંકવાદી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવાના મિશન પર હતા.

English summary
Ishrat Jahan encounter: Gujarat HC judge declined to hearing on cop PP Pandey's petition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X