ઇશરતના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, સુરક્ષાની કરી માંગણી

રિપોર્ટ અનુસાર ઇશરત જહાંની બહેને પણ દાવો કર્યો છે કે પરિવારના સભ્યોને ગત મહિનાથી જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. પરિવારે કેન્દ્રિય ગૃહ ગૃહ સચિવને પત્ર લખીને સુરક્ષાની માંગણી કરી છે. ગૃહ મંત્રાલયે પરિવારને સંપુર્ણ સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે જો ઇશરત જહાંનો પરિવાર સુરક્ષાની માંગણી કરશે તો તેમને સુરક્ષા પુરી પાડવામાં આવશે. તેમને કહ્યું હતું કે ઇશરત જહાંના પરિવારની સરકારને ચિંતા છે.
15 જૂન 2004ના રોજ ઇશરત જહાંને ગુજરાત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની બહાર બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખી હતી. 19 વર્ષની ઇશરત મુંબઇની એક કોલેજની વિદ્યાર્થીની હતી. ઇશરત જહાંની સાથે ત્રણ અન્ય લોકોના પણ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યાં હતા. સીબીઆઇએ આ મુદ્દે તાજેતરમાં જ ચાર્જશીટ દાખલ કરી છે.
સીબીઆઇએ એન્કાઉન્ટરને બનાવટી ગણાવતાં કહ્યું હતું કે કે ઇશરત જહાં આતંકવાદી ન હતી. ચાર્જશીટમાં છ પોલીસ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે તેમના પર હત્યા, હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
