Iskcom Bridge Accident : તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર, પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર ચલાવીને 10 લોકોને ભરખી જનારા તથ્ય પટેલને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. આજે પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજુ કર્યા હતા.
પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેના પર કોર્ટ તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.

અમદાવાદની મિરઝાપુર કોર્ટે તથ્ય પટેલને સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જણાવી દઈએ કે, આ ભયાનક અકસ્માતમાં તથ્ય પટેલે બેફામ કાર ચલાવીને 10 લોકોના જીવ લીધા છે.
જણાવી દઈએ કે, કોર્ટમાં સરકાર તરફથી કહેવાયુ છે કે આરોપી તથ્ય પટેલ તપાસમાં સહકાર નથી આપી રહ્યો. બીજી તરફ તથ્યના વકિલે જણાવ્યુ કે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે અને તથ્યને ગંભીર ઈજાઓ થઈ છે. તેને હોસ્પિટલ મોકલવામાં આવે. તથ્યના વકિલે મુદ્દો રાજનીતિક બનાવાયો હોવાનો પણ આરોપ લગાવ્યો.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે તથ્યને કોર્ટમાં રજુ કરતા પહેલા કોર્ટ પરિસરમાં પુરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે બાદ આરોપીને કોર્ટમાં લવાયો હતો. અહીં આરોપીને લવાતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.












Click it and Unblock the Notifications
