સુરતમાં 6 બિલ્ડર જૂથો પર આઇટીના દરોડા

આ દરોડાની તપાસમાં કરોડોનું કાળું નાણું ઝડપાવાની શક્યતા આવકવેરા વિભાગે વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં બિલ્ડર પીયૂષ પટેલ, વિજય ભરવાડ તથા તેમની સાથે સંકળાયેલા આસ્થા અને અનુપમ ગ્રૂપના સંચાલક પરેશ દેસાઇ, શંકર છગનલાલ શાહ ઉર્ફે શંકર મારવાડી, ભરત પરમાર, શંકર પટેલ તથા વકીલ મનીષ પટેલ તથા ભાગીદાર સુનીલ જરીવાલાને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આવકવેરા વિભાગ દ્વારા શહેરમાં જમીન અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લાંબા સમયથી તેમના રોકાણ અને નાણાકીય વ્યવહારો અંગે માહિતી મેળવવાની કસરત વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પૂરા અભ્યાસ બાદ બિલ્ડર જૂથોને ત્યાં તપાસ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
