Gujarat Assembly Election 2022 : ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો, જય નારાયણ વ્યાસ પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પક્ષપલટા પણ થઇ રહ્યા છે.

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પક્ષપલટા પણ થઇ રહ્યા છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 4 વાર ધારાસભ્ય રહી ચૂકેલા અને પાર્ટીના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે પોતાના પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.

રાજ્યમાં પરિવર્તન લાવવાને બદલે ભાજપે મુખ્યમંત્રી બદલ્યા

રાજ્યમાં પરિવર્તન લાવવાને બદલે ભાજપે મુખ્યમંત્રી બદલ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 4 વખતના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

જય નારાયણ વ્યાસે આ મહિનામાં ભાજપ પાર્ટી છોડી દીધી હતી, ત્યારબાદ હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. સોમવારના રોજ પુત્ર સમીર વ્યાસ સાથે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

સોમવારના રોજ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી તેમજ ગુજરાત પાર્ટીના પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ખડગેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પરિવર્તન લાવવાને બદલે ભાજપે મુખ્યમંત્રી બદલ્યા અને છ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાયા છે. મતલબ કે ભાજપ સરકારે રાજ્યમાં કોઈ કામ કર્યું નથી.

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં વોર્ડથી વોર્ડ ફરે છે. 27 વર્ષના શાસન બાદ પણ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન અને તેમના અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અહીં આવીને લોકોને ગેરમાર્ગે દોરતા ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. તેની પાછળ ચોક્કસથી હારનો ભય હોવો જોઈએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.

આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X