For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલિતાણામાં ઢેબરા તેરસના મેળામાં ઉમટશે જૈન ભક્તો

|
Google Oneindia Gujarati News

jain-painting
પાલિતાણા, 20 માર્ચ : પાલિતાણા ખાતે આગામી 24 અને 25 માર્ચ, 2013 દરમિયાન ફાગણ સુદ 13નો જૈન સમાજનો ઢેબરીયો મેળો યોજવામાં આવનાર છે. આ પ્રસંગે પાલિતાણા તળેટી, ગિરિરાજ ડુંગર થઈ આદપુર, ઘેટી વિગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે ઉમટે છે. આ મેળામાં જૈન ભક્તો 6 ગાઉની યાત્રા કરે છે.

ઢેબરા તેરસની ધાર્મિક કથા શું છે?
શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર સામ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ અને સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા. આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરાં ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઈ સૌ કોઈ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઈ જાય છે.

બિનસ્વાસ્થ્યપ્રદ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ
જૈનોના પ્રખ્યાત ઢેબરિયા મેળામાં વેપારીઓ ઘ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટિકની કોથળીઓ, પાણીના પાઉચ / બોટલો, તમાકુ, પાન મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનુ વેચાણ તથા ઉ૫યોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉ૫ર વિ૫રીત અસર થતી હોય છે. તેનું નિયમન કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગરે છ ગાઉ યાત્રાનાં માર્ગોની આજુ બાજુ પાલીતાણા તળેટી,પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ પર કચરો નાખવા તેમજ બીડી, સિગારેટ, પાન,મસાલા, ગુટકા, તમાકુનો ઉ૫યોગ કરવા ઉ૫ર પ્રતિબંધ ફરમાવેલ છે.
જાહેરનામાનો અમલ તથા તેનાં ભંગ બદલ ૫ગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

પાલિતાણાના ઢેબરા તેરસના મેળા સંદર્ભે ટ્રાફીક નિયમન જાહેરનામુ બહાર પડાયું
પાલિતાણા શહેરમાં નીચેના રસ્તાઓને 24 માર્ચે સવારે 8 વાગ્યાથી 25 માર્ચ રાતના 12 વાગ્યા સુધી એકમાર્ગીય જાહેર કર્યા છે. જેમાં ભાવનગરથી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઈ, સરદારનગર ચોકડી થઈ, ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પર, મહાવીર પેટ્રોલ પં૫ થઈને છેલ્લા ચકલા,પાલીતાણા હાઈસ્કુલ થી પાર્કીંગ મેદાન સુધી.

પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલ પં૫,માનસિંહજી હોસ્પીણટલ, છેલ્લા ચકલાથી હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.
પાલીતાણા થી આદપુર જવા માટે વાયા સર્વોદય સોસાયટી થઈ આદપુર પાલનાં સ્થળે. પાલીતાણા હાઈસ્કુલથી આરીસાભુવન સામે થઈ સાદડી ભુવન ધર્મશાળા સામે થઈ ભીલવાડા થઈ વણકરવાસ,લાવારીસ બસ સ્ટેન્ડ ઓવર બ્રીજ ઉ૫રથી થઈ સીધા જ બજરંગદાસ બાપા ચોકી થઈને બહાર જવાનું રહેશે. આદપુર પાલથી ૫રત વાયા કંઝરડા થી ઘેટી રોડ થઈ ગારીયાધાર રોડ ઉ૫ર ૫રત આવશે. પાલીતાણા હાઈસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પાછું આવી શકશે નહી કે પાર્ક કરશે નહિ.

આ જાહેરનામાની જોગવાઈમાંથી પોલીસ વિભાગના,મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલીકાએ મુકેલા વાહનોને મુકિત આ૫વામાં આવે છે. આ જાહેરનામાની અવધિ દરમ્યાન વૃઘ્ધ, અશકત, યાત્રીકોને લાવવા / લઈ જવા માટે વાહનોના ઉ૫યોગની ૫રવાનગી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,પાલીતાણા આપી શકશે.આ હુકમનો ભંગ અગર ઉલ્લંધન કરનાર સદરહું અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ તથા ભંગ બદલના પગલા લેવા માટે ફરજ ઉપરના કોઇપણ હેડ કોન્ટેરન બલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

English summary
Jain devotees will be gather for Dhebra Teras fair in Palitana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X