For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુણે હિંસાના વિરોધમાં જૂનાગઢ-સોમનાથ હાઇવે પર ચક્કાજામ

ભીમા કોરેગાંવ હિંસાના પડઘા જૂનાગઢમાં જૂનાગઢ-સોમનાથ હાઇવે પર 20 મિનિટ ચક્કાજામ આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ભડકેલી હિંસાની આગ ગુજરાત સુધી પહોંચી છે. બુધવારે મહારાષ્ટ્ર બંધમાં પુણે ઉપરાંત મુંબઇ અને ઔરંગાબાદમાં પણ ચક્કાજામ થયો હતો. એના પડઘા સુરત, વાપી, ધોરાજી અને જૂનાગઢમાં પણ જોવા મળ્યા હતા. ગુરૂવારે સવારે પણ જૂનાગઢમાં વિરોધ થયો હતો. મહારાષ્ટ્રમાં થયેલ હિંસાના વિરોધમાં વંથલી નજીકના જૂનાગઢ-સોમનાથ હાઇવે પર દલિત સમાજે 20 મિનિટ ચક્કાજામ કર્યો હતો.

junagadh

બુધવારે ધોરાજીમાં એસટી બસ સળગાવવામાં આવી હતી. સુરતમાં ઉધના વિસ્તારમાં ચક્કાજામ થયો હતો, ટ્રેનો રોકવામાં આવી હતી અને દિવસભર દેખાવો થયા હતા. વાપીમાં હાઇવે પર ચક્કાજામ થયો હતો. પુણે હિંસાના વિરોધ પ્રદર્શનમાં રાજ્યમાં મુસાફરોને યાતાયાતમાં પણ મુશ્કેલી પડી હતી. અમદાવાદ, જામનગર, ઉપલેટા અને ગાંધીનગર રૂટની બસો બંધ કરવામાં આવી હતી. ગુજરાતમાં કુલ 46 એસટી બસો અટકાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર તરફ જતી અનેક બસો રોકવામાં આવી હતી.

English summary
Jam on Junagadh-Somnath highway in the protest of Pune violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X