જામનગર WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરાશે, બજેટમાં જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27 રજૂ કરતા ગુજરાતના જામનગર માટે મહત્વની જાહેરાત કરી છે. અહીં કાર્યરત WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને હવે અત્યાધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પુરાવા-આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવાઓ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ વધારવાનો છે. આ કેન્દ્ર વિશ્વભરમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિના મુખ્ય હબ તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવશે.
નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું કે, યોગને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક સ્તરે મોટી ઓળખ મળી છે. હવે કોરોનાકાળ પછી આયુર્વેદ પણ દુનિયાભરમાં પોતાની ખાસ જગ્યા બનાવી રહ્યું છે.
આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસ વધવાથી જડીબુટ્ટીઓ ઉગાડતા ખેડૂતો અને પ્રોસેસિંગ કરતા યુવાનોને રોજગારીની નવી તકો મળશે. વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે સરકાર આ સેક્ટરમાં અનેક નવા પગલાં લઈ રહી છે.
આયુષ સેક્ટર હેઠળ દેશમાં 3 નવી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપવાની પણ મહત્વની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત આયુષ ફાર્મસી અને ડ્રગ ટેસ્ટિંગ લેબ્સને પણ અપગ્રેડ કરવામાં આવશે.
જામનગર સેન્ટરના અપગ્રેડેશનથી ક્લિનિકલ રિસર્ચ અને ડોક્યુમેન્ટેશનની કામગીરી આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ વધુ સચોટ બનશે. આ પગલું ગુજરાતને પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વના નકશા પર અગ્રેસર બનાવવામાં મોટો ફાળો આપશે.












Click it and Unblock the Notifications
